બાગેશ્વર બાબા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે આવ્યા ત્યારે મોહનસિંહ રાજપૂત , દીપક રાવત સહિત ભક્તોએ અભિવાદન કર્યું હતું
અમદાવાદ
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાતમાં 10 દિવસના દિવ્ય દરબારોના કાર્યક્રમો માટે આવી પહોંચ્યા છે. ગઈકાલે બપોરે બાગેશ્વર બાબા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા ત્યારે મોહનસિંહ રાજપૂત , દીપક રાવત સહિત ભક્તોએ અભિવાદન કર્યું હતું. જ્યાંથી તેઓ સીધા એક ભક્તના ઘરે ગયા હતા. તે દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ તેઓ વટવા રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકુર સાથે હાજરી આપી હતી.
આજે સુરતમાં નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર સાંજે 5 વાગ્યે લાગ્યો છે. ત્યારે તેમણે મંચ પરથી નિવેદન આપ્યું હતું કે ભારતને જ નહીં પાકિસ્તાનને પણ હિન્દુ રાષ્ટ્ર બનાવીશું. આ ઉપરાંત મહાભારત કાળનું સુરત કનેક્શન ખોલ્યું હતું.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારું એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. આ વિસ્તારના આદિવાસીઓ વચ્ચે જઈ કથાનું આયોજન કરીશ અને તેમની ઘરવાપસી કરાવીશ. હું કોઈપણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી.દિવ્ય દરબાર માટે કોઈપણ વ્યક્તિ બાગેશ્વરધામને અરજી કરી શકે છે.રામ રામનો જાપ કરવા માટે આવેલા શ્રદ્ધાળુઓને આ માટે કોઈપણ વ્યક્તિને બોલાવીને પ્રશ્નનું સમાધાન કરી દેવા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા કહેવામાં આવ્યું છે.આ માટે કોઈપણ પ્રકારની દક્ષિણા ન લેવાનું આયોજકો દ્વારા કહેવામાં આવ્યું છે.નોંધનીય છે કે સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલા ગોપીનફાર્મમાં બાબાના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે બાબાનાં દર્શન કરવા માટે ભક્તો અધીરા બન્યા હતા.