આરોપી પુરુષ ઇસમો તથા મહિલા
આરોપી સુરજ ઉર્ફે ભુવાજી
નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ બી.યુ.જાડેજા
LCB ઝોન-૭ ની કામગીરીમાં મદદ કરનાર ટીમ
અમદાવાદ
LCB ઝોન-૭ એ પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦૨૨માં ગુમ થયેલ મહિલાની ઉડાણપુર્વક તપાસ કરી ગુમ થયેલ મહિલાનું આયોજન બંધ કાવતરુ રચિ નિર્મમ હત્યા કરેલ જે ચર્ચાસ્પદ ગુનાનો ભેદ શોધી કાઢી ૭ પુરુષ ઇસમો તથા એક મહિલાને ઝડપી પાડી હત્યાના ગુનો શોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમ વીર સિંહ તથા અધિક પોલીસ કમિશ્નરશ સેકટર-૧ નીરજકુમાર બડગુજરની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ બી.યુ.જાડેજાની સુચના તથા માર્ગદર્શન હેઠળ ઝોન ૭ કાર્યક્ષેત્ર વિસ્તારના પાલડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ ૨૦૨૨માં ગુમ થનાર ધારા ઉ.વ.રર, ગુમ થયેલ જે બાબતે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ બી.યુ.જાડેજાએ એક ટીમની રચના કરી આ શંકાસ્પદ જાણવા જોગ ગુમ થનાર ધારાને શોધી કાઢવા ટેકનીકલ સોસીર્સ હ્યુમન સોસીર્સ આધારે તપાસ કરવા એલ.સી.બી.ઝોન-૭ સ્કોડને સુચના અને માર્ગદર્શન આપેલ અને સતત સિધી દેખરેખ રાખેલ જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ઝોન-૩ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.રાઠોડ તથા એ.એસ.આઇ અજયકુમાર કનુજી તથા અ.હે.કો.રાકેશભાઇ ગોવિંદભાઇ તથા અ.હે.કો.ડાહ્યાભાઇ બાબુભાઇ તથા અ.પો.કો જીતેન્દ્રસિંહ દશરથસિંહ તથા અ.પો.કો લકધીરસિંહ રતુભા, તથા અ.પો.કો વિજયસિંહ હનુભા , તથા અ.પો.કો સિધ્ધરાજસિંહ રતનસિંહની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ઘરેલ હતી.
નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ બી.યુ.જાડેજાએ પાલડી પી.આઇ. આર. જે. સિંધુ ,લોકલ ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એ.રાઠોડ સાથે માહિતી આપતા જણાવ્યું હતું કે સૂરજ ભુવાજી ધારા સાથે પ્રેમ અને લિવિંગ સંબંધમાં રહેતો હતો.સૂરજ ભુવાજી માતાજીના નામે પરચાઓ આપી એક માનતો વર્ગ ઊભો કર્યો હતો. જેથી આ પરિવાર સંપર્કમાં આવતા ભુવાજીને માનતો હતો.પરિવારે મીત ના માથે દેવું હતું તે જણાવતા જે દેવું ઉતારવા માટે પણ તેને લાલચ પણ ભુવાજીએ આપી હતી.આરોપીઓના એફએસએલ ની અંદર લાઈવ ડીટેકશન પણ લીધા હતા. આરોપીઓના અગાઉ એક પછી એક નિવેદનો લઇ કડક કાર્યવાહી બાદ ગુનો કબૂલ્યો હતો.ટીમો દ્વારા સંખ્યાબંધ ટાવર લોકેશન,સી.ડી.આર.એસ.ડી.આર.નું સતત એનાલીસીસ કરી એક ટેકનીકલ સાંકળ રચિ આરોપીઓએ ગુનો કરવામાં ખુબ જ યુકતિ પુર્વક ટેકનિકલ છટક બારીઓ રચેલ જેનો પર્દાફાર્શ કરી અત્યત ચર્ચાસ્પદ હત્યાના ગુનાનો ભેદ કુનેહ પુર્વક શોધી કાઢી નિર્મમ હત્યાનો ગુનો ડિટેક કરી કામગીરી કરી હતી.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) સુરજ ઉર્ફે ભુવાજી સઓ લાખાભાઈ જાતે સોલંકી
(૨) યુવરાજ લાખાભાઈ સોલંકી
(૩) મુકેશભાઈ બિજલભાઈ સોલંકી
(૪) ગુંજન જીતેન્દ્રભાઇ જોષી
(૫) સંજય મહેશભાઈ સોહેલીયા
(૬) મીત આનંદભાઈ શાહ
(૭) જંગલ આનંદભાઈ શાહ
(૮) મોના શાહ
કામગીરીમાં મદદ કરનાર ટીમ
પો.કો.મુળુભાઇ વેજાભાઇ , પો.કો.જયદીપસિહ રામદેવસિંહ , પો.કો.મનુભાઇ વલુભાઇ , પો.કો.અર્જુમઅલી ઇસબઅલી , વુ.પો.કો.સંગીતાબેન એભાભાઇ તથા વુ.પો.કો.ગુલાબબેન બાબુભાઇ