ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ ત્યારે સૌરાષ્ટ્રથી લઈને એક બે લોબીમાં તેમનો ભારે વિરોધ થયો હતો પણ અર્જુનની જેમ ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે આરસી ફળદુ પરસોતમ રૂપાલા જીતુ વાઘાણી પણ આવ્યા હતા પણ જે કોંગ્રેસનો રેકોર્ડ તોડવાનો હતો તે કોઈ તોડી શક્યું ન હતું દર વખતે જાફ નીચે જતો રહેતો હતો જે સીઆર પાર્ટીને ૧૫૬ સીટ સાથે ગ્રાફ ઊંચો લાવ્યા છે અને મનમાંખ્તદ્ઘ ૧૮ થી લઈને જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો જે કબજે કરી ભાજપ તેનો લેતે એવા સી આર પાટીલ હવે કડક ર્નિણયો લેવા માંડ્યા છે કામ નહીં કરો તો નહીં ચાલે ત્યારે અધ્યક્ષ સી આર પાટીલે વધુ ચાર જિલ્લા અને શહેરોના પ્રમુખો બદલી નાંખ્યા છે. થોડાં થોડાં કરીને ભાજપે અત્યાર સુધીમાં ૧૭ જિલ્લા અને શહેર એકમોના પ્રમુખો બદલી નાંખ્યા છે. આ નવા પ્રમુખોએ સંબંધિત સંગઠનોમાં તેમની નીચેના હોદ્દેદારોની નિમણૂકો પણ ક્રમશઃ કરી છે. જાે કે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને તેમના વિશ્વાસુઓની ટીમ લોકસભા ચૂંટણી સુધી યથાવત્ રહેશે તેવું પાર્ટીના સૂત્રો જણાવે છે.
ગુરુવારે વિજય રૂપાણીના અત્યંત નજીકના ગણાતા રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીને બદલે પાલિકાની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને સામાજિક સંસ્થા સાથે જાેડાયેલા મુકેશ દોષીને મૂકી દીધાં છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મનસુખ ખાચરિયાના સ્થાને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા નિમાયા છે. આ સાથે મોરબી જિલ્લાના નવા પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડી અને કચ્છ જિલ્લાના નવા પ્રમુખ તરીકે દેવજીભાઈ વરચંદની નિમણૂક કરાઇ છે.આ અગાઉ ભાજપના બક્ષી પંચ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખો ઉપરાંત મહિલા, આઇટી સેલ તથા સોશિયલ મીડિયા સેલના વિવિધ હોદ્દાઓ પર નવી નિયુક્તિઓ કરી હતી. થોડાં સમય પહેલાં જ પાટીલે દરેક જિલ્લા અને શહેરના સંગઠન પ્રભારી તરીકે પણ નવા લોકોને નિયુક્ત કર્યાં છે.
કેટલાક પ્રમુખ બદલવા પાછળનું કારણ એ રહ્યું કે ત્યાંના તત્કાલીન પ્રમુખ વિધાનસભાની ચૂંટણીઓ જીતીને ધારાસભ્ય બન્યા છે. જ્યારે કેટલાક પ્રમુખોને પાર્ટીની શિસ્ત વિરુદ્ધ અથવા નબળી કામગીરીને કારણે હટાવી દેવાયાં છે. લોકસભાની ચૂંટણી આવતાં-આવતાં ભાજપના સંગઠનમાં હજુ બીજાં ઘણાં બદલાવ આવી શકે છે.આ અગાઉ પાટીલે ભાજપના પ્રદેશ મહામંત્રી અને વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા વડોદરાના નેતા ભાર્ગવ ભટ્ટને પણ પોતાની ટીમમાંથી રુખસદ આપી હતી. આ જાેતાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખતા ગુજરાત ભાજપના સંગઠનમાં ઘણાં ફેરફાર શક્ય છે.