બાબા બાગેશ્વર સુરતથી અમદાવાદ 8 વાગે , સવારે 10.30 થી અમદાવાદથી દાંતા , સવારે 11 .30 એ દાતા હેલિપેડ ,12.15 કલાકે અંબાજી માતાના દર્શન , બપોરે 1 કલાકે ઇસ્કોન અંબે વેલીમાં ભોજન , 3 કલાકે અંબાજીથી અમદાવાદ આવશે : પ્રવીણ કોટકના ઘરે સાંજે પધરામણી અને ત્યારબાદ રાત્રિ રોકાણ કોટક હાઉસમાં કરશે
અમદાવાદ
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર માતાજીના ધામે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો માના દર્શનાર્થે આવી માતાજીના ચરણોમાં શીશ નમાવે છે.
ઈસ્કોન ગ્રૂપના ચેરમેન પ્રવીણ કોટકે જણાવ્યું કે, હનુમાનજી નાં ભક્ત બાગેશ્વરજી છે પરંતુ માતાજીના દર્શન કરે તેના માટે બાબાને ભાવભીનું આમંત્રણ આપ્યુ હતું. જેને બાબાએ સ્વીકાર્યુ હતું તેથી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા જશે. આવતીકાલે બાબા અંબા માતાના દરબારમાં જઈને આશીર્વાદ લેશે. અને ત્યાં આરતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.માતાજી ના ધામ માં જઈ મોટું આયોજન કરવાનું પણ કહ્યું છે.આવતીકાલે 28 મેના રોજ બાબા બાગેશ્વર સુરતથી અમદાવાદ 8 વાગે આવી પહોંચશે ત્યાર બાદ સવારે 10.30 થી અમદાવાદથી દાંતા જવા રવાના થશે. સવારે 11 .30 એ દાતા હેલિપેડ ખાતે પહોંચશે. 12.15 કલાકે અંબાજી માતાના દર્શન કરશે. તેના બાદ બપોરે 1 કલાકે ઇસ્કોન અંબે વેલીમાં વિશ્રામ કરશે. આ બાદ 3 કલાકે અંબાજીથી અમદાવાદ જવા રવાના થશે. બપોરે 4 વાગે બાબાનું આગમન અમદાવાદમાં થશે સાંજે 5 થી 7 વાગે ઝુંડાલ ખાતે રાઘવ ફાર્મમાં હાજરી આપશે. તેઓ પ્રવીણ કોટકના ઘરે પધરામણી કરશે.અને ત્યારબાદ રાત્રિ રોકાણ કોટક હાઉસમાં કરશે.
બીજી તરફ બાબા બાગેશ્વરના અમદાવાદના ઘાટલોડિયા દિવ્ય દરબારમાં પ્રવેશ માટે રાખવામાં આવેલા પાસનું વિતરણ શરૂ કરાયુ છે. આજે સવારથી જ પાસનું વિતરણ શરૂ થયુ છે. જોકે, બાબાના દરબારમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો હાજર રહે તે રીતે પાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સવારથી જ ભક્તોની લાંબી લાઈનો વચ્ચે પાસનો વિતરણ શરૂ કરાયુ છે, જેમાં એક વ્યક્તિને એક જ પાસ આપવામાં આવે છે. તારીખ 29 મેના રોજ બાબા બાગેશ્વરનો અમદાવાદના ચાણક્યપુરી ખાતે શક્તિ મેદાનમાં દિવ્ય દરબાર યોજાનાર છે. દિવ્ય દરબારમાં હાજર રહેવા માટે પાસ મેળવવો જરૂરી છે. તેથી આજે લોકો લાઈનમાં ઊભા રહીને પાસ મેળવી રહ્યાં છે.