ઉત્તર પશ્ચિમ ઝોનનાં હેલ્થ વિભાગ દ્વારા KFCનાં આલ્ફા વન મોલ, ખાતેના આઉટલેટને સીલ

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા જાહેર જનતાના પ્રશ્નોના નિવારણ માટે ઓનલાઈન Comprehensive Complaint Redressal System (CCRS Compalin) નામની એપ તૈયાર કરવામાં આવેલ છે. જાહેર જનતા દ્વારા કરવામાં આવેલ ફરિયાદોનું કોર્પોરેશનના જે તે ખાતા દ્વારા કામગીરી કરી નિવારણ કરવામાં આવે છે. વધુમાં અ.મ્યુ.કો.નાં ઉત્તર પશ્ચિમ ઝોનનાં બોડકદેવ વોર્ડમાં comprehensive Complaint Redressal System (CCRS Compalin) એપ પર KFC આલ્ફા વન મોલ, બોડકદેવ ની ખરાબ પાણી અને ફૂડની ફરિયાદ મળતા તા.૨૯.૦૫.૨૦૨૩નાં રોજ ઉત્તર પશ્ચિમ ઝોનનાં હેલ્થ તેમજ ફૂડ વિભાગનાં સ્ટાફ દ્વારા પાણી તેમજ ફુડનું સેમ્પલ લેવામાં આવેલ, લેવામાં આવેલ પાણીનું સેમ્પલ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની સેન્ટ્રલ લેબોરેટરી ખાતે ચેકિંગ અર્થે મોકલતા પાણીમાં કોલીફોર્મ તથા ફિકલ ઈકોલાઇ બેક્ટેરીયાનું પ્રમાણ વધારે માત્રામાં આવતા પાણીનું સેમ્પલ અનફિટ આવેલ છે. જે અન્વયે જાહેર જનતાનાં આરોગ્યના હિતમાં તા.૦૨.૦૬.૨૦૨૩ના રોજ ઉત્તર પશ્ચિમ ઝોનનાં હેલ્થ વિભાગ દ્વારા KFCનાં આલ્ફા વન મોલ, ખાતેના આઉટલેટને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com