મ્યુનિ. સ્કૂલ બોર્ડના ૧૨-૧૩-૧૪ જૂન શાળા પ્રવેશોત્સવ દરમ્યાન વિવિધ કાર્યક્રમો થશે
અમદાવાદ
સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત વડાપ્રધાન દ્વારા શહેરોમાં ઉત્પન થતા કચરાની માત્રા ઘટાડવા માટે પ્રી આર(Reduce, Reuse and Recycle ) કોન્સેપ્ટ હેઠળ Meri Life Mera Swachh Shehar campaign મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેરની ઝુંબેશ દરેક શહેરોમાં હાથ ધરવા માટે જણાવ્યું હતું. જે અન્વયે શહેરમાં કુલ ૨૨ જેટલા આર.આર.આર. સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.વધુમાં ૫ મી જૂન ૨૦૨૩ ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે અ.મ્યુ.કો.ના વિવિધ વિભાગો જેવા કે ઝોનલ સો.વે.મે.વિભાગ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ,યુ.સી.ડી., ગાર્ડન સહિતના વિવિધ વિભાગોની ભાગીદારીથી ૫ થી ૧૧ જૂન ૨૦૨૩ દરમ્યાનનો જનજાગૃતિ કાર્યક્રમ કલીન-ગ્રીન અમદાવાદ કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૨-૧૩-૧૪ જૂન શાળા પ્રવેશોત્સવ દરમ્યાન મ્યુનિ. સ્કૂલ બોર્ડના કાર્યક્રમ
* દરરોજ સવારે સ્વચ્છતાના સ્લોગનો અને કચરાના સેગ્રીગેશન અને ડોર ટુ ડોર વાહનમાં જ કચરો આપવાની જાણકારી અંગેના પ્લે કાર્ડ સાથે પ્રભાતફેરી કરાવવી.
* ભીનો કચરો, સુકો કચરો એકત્રીત કરવા માટે અ.મ્યુ.કો. દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તે માટે ૩ લાખ ઘરો સુધી મ્યુનિ. શાળાના શિક્ષકો મ્યુનિ. શાળામાં ભળતા બાળકો દ્વારા ફિડબેક ફોર્મ ભરી ભીનો કે સુકો કચરો રોડ પર નહીં ફેકવા અને કચર અ.મ્યુ.કો.ના વાહનમાં જ નાખવા સમજાવશે અને ફીડબેક ફોર્મ આપેલ પ્રતિજ્ઞામાં વાલી અને પડોશીઓની સહી લેશે. સાથે સાથે જિલ્લા શિક્ષજ્ઞાધિકારી, અમદાવાદ દ્વારા ગ્રાન્ટેડ/ નોન ગ્રાન્ટેડ ૨૨૦૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૩ લાખ જેટલા કુટુંબોને પણ ભીનો કચરો સૂકો કચરો એકત્રીત કરવા અ.મ્યુ.કો.ની વ્યવસ્થા અંગે ફીડબેક ફોર્મ ભરાવી લોકો ભીનો કચરો, સૂકો કચરો રોડ પર ન ફેંકે તે અંગેની સમજ આપશે. આમ મ્યુનિ. સ્કૂલ બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા ૬ લાખ ઘરો સુધી પહોંચી લોકોને અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે અ.મ્યુ.કો.ના પ્રયાસોની જાણકારી સાથે આપણા શહેરને સ્વચ્છ બનાવવા ઉમદા ફોળો આપવા ફીડબેક ફોર્મમાં સામેલ પ્રતિજ્ઞા પત્રમાં લાખ વાલીઓની સમજ સાથે બાળકો શિક્ષકો સહી લેશે.૫ થી ૧૪ જૂન દરમ્યાન શાળાના બાળકો વચ્ચે સ્વચ્છતા અને ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન વિષય પર નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજવી. અને તેમાં ઝોનવાઈઝ પ્રથમ ૦૩ વિજેતા બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવા તથા શાળાકક્ષા, ઝોન કક્ષા અને તા.૦૭-૦૬- ૨૦૨૩ના રોજ ટાગોર હોલ પાલડી ખાતે શહેર કક્ષાની સ્પર્ધા નીચેના વિષયોને લઈને શહેરક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં શાળા કક્ષાથી શહેર કક્ષા સુધી ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
૧. મારૂ શહેર સ્વચ્છ શહેર સ્પર્ધાનો વિષય
૨. હું સ્વચ્છતાનો બ્રાંડ એમ્બેસેડર
૩. સ્વચ્છ અમદાવાદમાં મારો ફાળો
૪. સ્વચ્છતા અને આરોગ્ય
પ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા
૬. ચોખ્ખુ હશે શહેર.લોકો કરશે લહેર.
તદ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની જાળવણી માટે શાળા મહાશાળામાં બાળકો શિક્ષકો મેદાન ઉપલબ્ધ હોય તેવી જગ્યાઓએ વૃક્ષો વાવશે અને વધુમાં વધુ પ્લાન્ટેશન કરવા અંગેની અમદાવાદને હરિયાળુ શહેર બનાવવા પુરતા પ્રયાસો કરશે.
અમદાવાદના સુજ્ઞ નગરજનોને આપણા શહેરને ‘કલીન- ગ્રીન’ શહેર બનાવવા ઉમદા સહકાર આપવા માટે અ.મ્યુ.કો. દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.