ટી.વી.૯ ચાર રસ્તાથી ડી-માર્ટ મોલ સુધીના રોડ પર ટ્રાફિક પોલિસ સાથે જોઇન્ટ ડ્રાઇવ હાથ ધરાઇ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, દક્ષિણ પશ્ચિમઝોનના એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ દ્વારા ડે.મ્યુનિસિપલ કમિશનરની રાહબરી હેઠળ વેજલપુર વોર્ડમાં આવેલ ટી.વી.૯ ચાર રસ્તાથી ડી-માર્ટ મોલ સુધીના રોડ પર ટ્રાફિક પોલિસ સાથે જોઇન્ટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં રોડ પરના કુલ લારી નંગ ૬, બોર્ડ બેનર ૧૭, પરચૂરણ માલસામાન નંગ ૮૪ એમ મળીને કુલ-૧૦૭ માલ-સામાન ઉપાડીને ગોડાઉનમાં જમા કરાવ્યા હતા. તેમજ રોડ પર ગેરકાયદેસર પાર્ક થયેલ કુલ ૨૬ વ્હીકલોને લોક કરી, કુલઃ૧૦,૫૦૦ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. જોધપુ૨ તથા સરખેજ વોર્ડના મુખ્ય રસ્તા પરના દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરેલ, જેમાં કુલ લારી નંગ-૦૮, બોર્ડ બેનર્સ નંગ-૨૦,લાકડાના પાટીયા નંગ-૦૪, પ્લાસ્ટીક ખુરશી નંગ-૩, લોખંડ કાઉન્ટર નંગ-૦૨, પરચૂરણ માલસામાન નંગ-૧૩૪ એમ મળીને કુલ-૧૭૧ માલ-સામાન ઉપાડીને ગોડાઉનમાં જમા કરાવેલ છે. તદ ઉપરાંત કુલઃ-૨૧ કિલો ઘાસચારો જપ્ત કરવામાં આવેલ છે.ઇલેકેશન વોર્ડ નં.૩૩(સરખેજ-૨)માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના હદ વિસ્તારમાં આવતા સરખેજ-૦૨ વોર્ડમાં ગ્રુડા-૨૦૨૨ અંતર્ગત અરજી કરેલ ન હોય તેવા કુલઃ૦૧ યુનિટ બિન-પરવાનગીના બાંધકામને સીલ કરવામાં આવ્યા હતાં.