ઇમ્પેક્ટ ફી ની ૩૬૩૪૯ કુલ અરજીઓની સામે  ફક્ત ૧૨૭૯ એટલે કે ૩.૫૨ ટકા અરજીઓનો નિકાલ : કૉંગ્રેસ

Spread the love

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં  વિરોધપક્ષનાં કૉંગ્રેસનાં નેતા શેહઝાદ ખાન પઠાણ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાં  વિરોધપક્ષનાં કૉંગ્રેસનાં નેતા શેહઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા વર્ષ ૨૦૨૨ ના ચૂટણી સમયે ઇમ્પેક્ટ ફી ની જાહેરાત કરવામા આવી હતી પરંતુ ચૂંટણી નો સમય જતા જ આવા તમામ વચનો ની અમલવારી યોગ્ય રીતે કરવામા આવતી નથી. તાજેતરમાં ઇમ્પેક્ટ ફી ની જાહેરાત કરીને પબ્લીસીટી કરવામા આવી જેની અરજી કરવાની છેલ્લી તારીખ ૧૬ જૂન રાખવામા આવી છે. પરંતુ અલગ અલગ ઝોન મા થઇ ઇમ્પેક્ટ ફી ભરવા માટે કુલ ૩૬૩૪૯ અરજીઓ આવી જેની સામે તમામ ઝોન મા થઇ ને ૧૫૫૧૨ અરજી ઓની સાઇટ વીઝીટ કરવામા આવી અને નવાઇ પમાડે તેવી વાત એ છે કે ફક્ત ૧૨૭૯ અરજીઓનો જ નિકાલ કરવામા આવ્યો જે આવેલ કુલ અરજી ના ફક્ત ૩.૫૨ ટકા જ છે.જેમા ૭ કરોડ ૫૪ લાખ ની આવક થઇ.આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે એસ્ટેટ વિભાગ ના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવતી નથી. વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૮ મા ઇમ્પેક્ટ ફી ની કુલ ૨,૪૩,૧૦૫ અરજીઓ આવી હતી જેની સામે ફક્ત ૫૦ ટકા અરજીઓ એટલે કે ૧,૨૬,૩૩૬ અરજીનો નિકાલ કરવામા આવ્યો હતો. એસ્ટેટ વિભાગ દ્વારા સૌપ્રથમ તો ગેરકાયદેસર બાંધકામ યોગ્ય સમયે રોકવામા નથી આવતુ અને ત્યારબાદ ઇમ્પેક્ટ ફી ની સ્કીમ લાવવામા આવે છે ત્યારે પણ યથાયોગ્ય કાર્યવાહી કરવામા આવતી નથી. કોંગ્રેસ દ્વારા માંગ કરવામા આવે છે કે એસ્ટેટ વિભાગ દ્વારા સૌપ્રથમ તો યોગ્ય કામગીરી કરી ગેરકાયદે બાંધકામ રોકવામા આવે અને ત્યારબાર જો ઇમ્પેક્ટ ફી ની સ્કીમ લાવવામા આવે તો આવેલ અરજીઓનો મહત્તમ નિકાલ કરવામા આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com