અમદાવાદ
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, મિશન લાઇફ અંતર્ગત અમદાવાદ મંડળ પર 02 જૂનથી 05 જૂન 2023 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે આપણા પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ પર એક ખાસ થીમ રાખવામાં આવે છે.આવી સ્થિતિમાં, આ વર્ષની થીમ “પ્લાસ્ટિક પ્રદૂષણના ઉકેલો” છે, એટલે કે, આધુનિકતાના આ યુગમાં, આપણે પોતાને અને આપણી પ્રકૃતિને પ્લાસ્ટિકના પ્રદૂષણથી થતા નુકસાનથી વાકેફ કરવાની છે. અમદાવાદ મંડળ પર સિંગલ યુઝ પ્લાસ્ટીક, પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટીકના કચરા અંગે જાગૃતિ વધે તેવા વિષયો પર નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન વૃક્ષારોપણ, પર્યાવરણ જાળવણી માટે શપથ લેવાયા હતા, સાથે જ જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સાબરમતી ન્યુ રેલ્વે કોલોની ગ્રાઉન્ડ ખાતે મંડળ રેલ પ્રબંધક તરૂણ જૈન અને તમામ શાખા અધિકારીઓ, રેલ્વે કર્મચારીઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધકે દરેકને તેમની ભાવિ પેઢીઓ માટે વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો. મંડળ રેલ પ્રબંધકની ઓફિસમાં પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલી નિબંધ સ્પર્ધામાં રેલવે કર્મચારીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટિકના કચરા અંગે જાગૃતિ વિષયો પર નિબંધ લખ્યા હતા. અને રેલ્વે કર્મચારીઓના બાળકોએ કોમ્યુનિટી હોલ સાબરમતી ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ અને પ્લાસ્ટીકના કચરા અંગે જાગૃતિ વિષય પર આયોજિત ચિત્ર સ્પર્ધામાં પર્યાવરણ સંરક્ષણ અંગે ઉત્તમ ચિત્રો બનાવ્યા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કાલુપુર હેલ્થ યુનિટ માં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું કાલુપુર હેલ્થ યુનિટ થી કાલુપુર રેલવે સ્ટેશન જાગરૂક્તા કાર્યક્રમ કરવામાં આવ્યો, આ કડી માં અમદાવાદ રેલવે સ્ટેશન અને કાલુપુર રેલવે કોલોનીમાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, કાલુપુર આરોગ્ય એકમના તબીબો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આરપીએફ કોલોનીમાં પ્લાસ્ટિકના ઓછામાં ઓછા ઉપયોગ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને લોકોને સૂકા કચરા અને ભીના કચરાનો નિકાલ કરવા વિશે જણાવવામાં આવ્યું હતું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા વિશે વિગતવાર જણાવવામાં આવ્યું હતું.આ કડી માં લોકોને જાગૃત કરવા માટે વિવિધ સ્થળોએ પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા.