ડી.જી.પી. વિકાસ સહાયે તાત્કાલિક સંબંધિત કરાઇ ખાતેના તાલીમી પી.આઇ. વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી
ગાંધીનગર
પોલીસ અકાદમી કરાઈમાંથી તાલીમાર્થીનાં રહેવાના બેરેકમાંથી દારૂની બોટલ ઝડપાઈ હતી. ડી.જી.પી. વિકાસ સહાયે તાત્કાલિક સંબંધિત કરાઇ ખાતેના તાલીમી પી.આઇ. વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી.જેથી દારૂની બોટલ મળવાના મામલામાં તાલીમ પીઆઈ નિરંજન ચૌધરી વિરૂદ્ધ ડભોડા પોલીસે ફરિયાદ નોંધી હતી.હાલમાં ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ ખાતે અલગ અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓની તાલીમ ચાલુમાં છે. આ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીઓની રહેવાની બેરેકોમાં રૂટીંગ પ્રક્રિયાના ભાગરૂપે સમયાંતરે કરાઇ પોલીસ અધિકારી દ્વારા સ્વચ્છતા અને શિસ્ત રાખવા બાબતે ચેકીંગ કરવામાં આવે છે. આવા રૂટીંગ ચેકીંગ દરમ્યાન બેરેકની એક રૂમમાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવેલ હતી. જે કોઇ તાલીમ લઇ રહેલ તાલીમાર્થીની હોવાનું જણાયેલ હતું. આ બાબતે પોલીસ અકાદમી કરાઇના ઉપરી અધિકારીને જાણ કરવામાં આવેલ હતી. હાલમાં તાલીમ વિભાગનો વધારાનો ચાર્જ પણ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય પાસે હોવાથી આ સમગ્ર મામલાની જાણ ડી.જી.પી.ને કરવામાં આવેલ હતી. ડી.જી.પી. વિકાસ સહાયે તાત્કાલિક સંબંધિત કરાઇ ખાતેના તાલીમી પી.આઇ. વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી પોલીસ અકાદમી કરાઇ જેવા તાલીમ કેન્દ્રમાંથી ખુદ પોલીસ અધિકારી પાસેથી દારૂ પકડાય તે બાબત ડી.જી.પી.એ ખુબ જ ગંભીરતાથી લઇ તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા સુચના આપતાં ડભોડા પોલીસ સ્ટેશન દ્વારા સંબંધિત તાલીમાર્થી પી.આઇ. વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ફરીયાદ દાખલ કરી, ધરપકડ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.