યુપીથી લાવેલ પિસ્ટલ, તમંચા, તથા જીવતા કારતુસ સાથે દાણીલીમડામાંથી બે ઇસમોની ધરપકડ કરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

સાદાબઆલમ મકબુલઆલમ શેખ,રબનવાઝખાન ઉર્ફે નવાઝખાન કૈયુમખાન પઠાણ

ક્રાઇમ બ્રાન્ચ ડી.સી.પી. ચૈતન્ય મંડલિક

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશ કાનપુર ખાતેથી લાવેલા ગેરકાયદેસરના હથિયારો તથા કારતુસો અમદાવાદ તથા સૌરાષ્ટ્રમાં વેચાણ કરવાના હતા જેને દાણીલીમડામાંથી બે ઇસમોની પિસ્ટલ ૨, તમંચા ૫ તથા જીવતા કારતુસ નંગ ૧૫ સાથે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ ડી.સી.પી. ચૈતન્ય મંડલિકે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી સ્થયાત્રા અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. વી.ડી.ડોડીયા, અ.હેડ.કોન્સ. સુરેશભાઇ જીવણભાઇ, અ.હેડ.કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહ, અ.પો.કોન્સ. હર્ષદસિંહ ગંભીરસિંહ તથા અ.પો.કોન્સ. દિગ્વિજયસિંહ દ્વારા વગર પાસ પરમીટના હથિયારો તથા જીવતા કારતુસો સાથે આરોપી (૧) સાદાબઆલમ મકબુલઆલમ શેખ ઉ.વ.૪૨, રહે. મકાન નં-૨, પ્લોટ નં ૧૧૩, અલ- મદિના, લાકડાના પીઠાની પાસે, ઠાકોર વાસ, કોઝી હોટલની પાછળ, દાણીલીમડા, (૨) રબનવાઝખાન ઉર્ફે નવાઝખાન કૈયુમખાન પઠાણ ઉ.વ.૩૭, રહે. મકાન નં.૬, શકીના ડુપ્લેક્ષ, મદની ડુપ્લેક્ષ પાસે, ફતેવાડી કેનાલ પાછળ, અંબર ટાવર રોડ, ફતેવાડી, અમદાવાદને આજરોજ તા.૦૬/૦૬/૨૩ ના અમદાવાદ, દાણીલીમડા, કોઝી હોટલ રોડ, શંભુ ટેક્ષટાઇલ્સની સામે, ખ્વાજાનગરના નાકા પાસેથી ઝડપી લીધા હતા. બંને આરોપીઓ પાસેથી (૧) દેશી બનાવટની પિસ્ટલ નંગ-૦૨ કિંમત રૂ.૨૦,૦૦૦ (૨) દેશી બનાવટના તમંચા નંગ – ૫ કિંમત રૂ.૨૫,૦૦૦ (૩) જીવતા કારતુસ નંગ-૧૫ કિ.રૂ.૧૫૦૦ મળી કિંમત રૂ.૪૬,૫૦૦ની મત્તાના હથિયાર તથા (૪) મોબાઇલ ફોન નંગ-૦૨ કિંમત રૂ.૧૧,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૫૭,૫૦૦ મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં મંડલિકે જણાવ્યું હતું કે આરોપી યુપીથી લક્ઝરી દ્વારા અમદાવાદ અને પછી સૌરાષ્ટ્ર વેચવા માટે જવાના હતા. આરોપી યુપીમાંથી હથિયાર ૧૫૦૦૦ રુપિયામાંથી ખરીદી અમદાવાદમાં ૩૫૦૦૦ રુપિયા સુધીમાં વેચવા માંગતા હતા પરંતુ આ હથિયારો ખરીદનાર કોણ છે તેની વધુ માહિતી આરોપીઓની તપાસ બાદ ખુલશે.પ્રાથમિક તપાસમાં એ હકીકત પણ સામે આવી કે હથિયાર ખરીદનાર ગ્રાહકો પોતાની દુશ્મનાવટ અને મોજ- શોખ તેમજ રોફ જમાવવા માટે આ હથિયાર ખરીદવાના હતા. આ અંગે ડી,સી.બી, પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. વી.ડી.ડોડીયા કરશે.આરોપી સાદાબઆલમ મકબુલઆલમ શેખ મુળ કાનપુર, ઉત્તરપ્રદેશનો રહેવાસી હોય તેણે કાનપુર ખાતેથી હથિયારો ખરીદ કરી જે હથિયારોને અમદાવાદ તથા સૌરાષ્ટ્રમાં વેચાણ કરવા હથિયારોનું પાર્સલ બનાવી લકઝરી બસ મારફતે અમદાવાદ ખાતે લાવેલ અને જેમાંથી બે હથિયારો સહ આરોપી રબનવાઝખાન ઉર્ફે નવાઝખાન કૈયુમખાન પઠાણને આપતા પોલીસે બંનેને સ્થળ ઉપર હથિયારો સાથે ઝડપી લીધા હતા.બંને આરોપીઓ પૈકી રબનવાઝખાન ઉર્ફે નવાઝખાન કૈયુમખાન પઠાણ વિરુધ્ધમાં (૧) કારંજ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૨૯/૨૦૧૪ ઇપીકો કલમ ૩૯૪, ૩૨૪ ૧૧ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ. (૨) વેજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.ત.૧૧૧:૧૦૨૮૨૨૧૧૫૯૨૦૨૨ જુના ધારા ૪, ૫ મુજબ ગુનાઓ નોંધાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com