ભેળસેળ બાદ હવે લોકોના જીવ સામે ખતરો વધ્યો, સાફ સફાઈ દરમિયાન કંટ્રોલના ચોખામાં એક વાટકી પ્લાસ્ટિકના ચોખા
ઘઉમાં પહેલા કાંકરા આવતા, હવે ચોખામાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ, કુડાસણ કંટ્રોલ માંથી અનેક એપીએલ કાર્ડ ધારકને પ્લાસ્ટિકના ચોખા આવ્યા હોવાની બુમ
એપીએલ કાર્ડ ધારકને કુડાસણના કંટ્રોલ માંથી પ્લાસ્ટિકના ચોખા આવ્યા, ચોખા જે ખરીદયા બાદ સાફ-સફાઈ દરમિયાન એક વાટકીથી વધારે ચોખા પ્લાસ્ટિકના નીકળ્યા હોવાની અરજદારની રાવ, દેશમાં ભેળસેળીયા વધી ગયા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા થી લઈને ભાજપ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ભેળસેળીયા ઉપર ચાબખા માર્યા છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે કડક કાયદાની માંગ પણ કરી છે, રાંદેસણના અનેક ઘરોમાં તપાસ કરવામાં આવે તો જે કુડાસણના કંટ્રોલમાંથી ચોખા ખરીદ્યા છે તેમાં પ્લાસ્ટિકના દરેક ઘરેથી નીકળે તેવી શંકા, ત્યારે કુડાસણની રેશનીંગની દુકાને પુરવઠા ખાતાએ રેડ પાડીને જથ્થો જપ્ત કરીને તપાસ કરવાની માંગ ઉઠી છે,
ગાંધીનગર
ગુજરાતનું કહેવાતું પાટનગર ય્ત્ન-૧૮ દ્વારા આખા ગુજરાતનું જમાદાર કહેવાય ત્યારે અહીંયાથી તમામ પરિપત્રો, આદેશો ઠરાવો ભલે અહીંથી પસાર થાય પણ કાયદો તોડનારા અને કાયદાની છટક બારી ગોતીને હવે લોકોના આરોગ્ય સાથે ચીડા ચેડા માંડ્યા છે, ત્યારે એ પી એલ કાર્ડ ધારકોને જે ચોખા આપવામાં આવ્યા છે, એ કુડાસણની કંટ્રોલની દુકાનેથી તે પ્લાસ્ટિકના આપ્યા હોવાનું અરજદારે જણાવેલ કે જે ચોખા હતા, તેમાં સાફ-સફાઈ દરમિયાન એક વાટકી ચોખા પ્લાસ્ટિકના નીકળ્યા હોવાનું જણાવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર એપીએલ કાર્ડ ધારકોને દર મહિને જે ચોખા અનાજ મળે તેમાં કુડાસણ ખાતે આવેલ કંટ્રોલમાંથી જે ચોખા આપવામાં આવ્યા હતા તેમાં પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ હોવાનું અરજદારે જણાવ્યું છે, ત્યારે આ ચોખા રાંદેસણના અનેક ઘરોમાં આવ્યા હોવાનું પણ અરજદારે જણાવેલ છે, ત્યારે પહેલા ઘરમાં કાંકરા અને ઓછું વજન આપતા હવે વજન કરવા તથા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા ચોખામાં પ્લાસ્ટિકના એવા એપીએલ કાર્ડ ધારકોમાં આવતા બુમરાણ મચી છે હમણાં જ કેન્દ્રીય મંત્રી એવા મનસુખ માંડવીયા દ્વારા જણાવેલ કે ભેળસેળ અને આરોગ્ય સાથે ચેડા કરવાવાળાઓને છોડવામાં નહીં આવે અને ભેળસેળિયા ઉપર તૂટી પડો ત્યારે હમણાં સુરતના એમએલએ કાનાણી દ્વારા પણ ભેળસેળીયાઓ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતાઅને કડક કાયદો બનાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે જાે ય્ત્ન-૧૮ ખાતેના જિલ્લા તાલુકામાં ચોખામાં જ પ્લાસ્ટિકના ચોખા વેચાતા હોય તો અન્ય જિલ્લાઓમાં ભેળસેળ કરનારાઓની હિંમત કેવી હશે?