નેશનલ રેકીંગમાં ગુજરાત યુનિવર્સિટી ૫૮માં ક્રમેથી ૬૧માં ક્રમાંકે આવી ગઈ પરંતુ બાકીની એકપણ યુનિવર્સિટી ટોપ 100માં સ્થાન મેળવી શકી નથી. : કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી 

Spread the love

રાજયમાં 108 યુનિવર્સિટીઓ અને 300થી વધારે કોલેજો પૈકી નેશનલ રેકિંગમાં માત્ર અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજ ટોપ 100માં 96માં ક્રમે, આ સિવાય અન્ય કોઇપણ કોલેજ ટોપ 100માં સ્થાન મેળવી શકી નથી

 

અમદાવાદ

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા નેશનલ ઇન્સ્ટિટયુશન રેકિંગ ફ્રેમવર્ક (NIRF)નું પરિણામ જાહેર થવાની સાથે ગુજરાતમાં શૈક્ષણિક વ્યવસ્થા, ગુણવત્તાના મોટા મોટા દાવાની પોલ ખુલી ગઈ હોવાની વિગતો સાથે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશી એ જણાવ્યું હતું કે ગુજરાતની સરકાર વારંવાર શિક્ષણ વ્યવસ્થાના ગાણા ગાય છે પણ હકીકતમાં શિક્ષણ વ્યવસ્થામાં ચાલતી પોલંપોલ વાસ્તવિકતા ખુલ્લી પડી ગઈ છે. સૌથી વધુ કોલેજો, યુનિવર્સીટીઓ પૈકી એક પણ યુનિવર્સીટી ૧ થી ૫૦માં ક્રમાંકમાં કેમ નહી ? ૫૦ વર્ષ કરતા વધુ જૂની સાયન્સ, આર્ટસ, કોમર્સની પ્રખ્યાત – નામાંકિત કોલેજો, ભાજપ સરકારની નીતિના કારણે રેન્કિંગમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. અપૂરતા પ્રાધ્યાપકો, લાંબા સમય સુધી શૈક્ષણિક સુવિધા ન આપવાની સરકારની નીતિના કારણે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર અસરો પડી રહી છે. સાયન્સ, આર્ટસ, કોમર્સ, સ્નાતક – અનુસ્નાતક કોલેજોની ગુણવત્તા કથળી રહી છે જે રેન્કિગ અહેવાલમાં સામે આવ્યું છે. યુનિવર્સીટીમાં શોધ – સંશોધનમાં નબળા પ્રદર્શન, ગુણવત્તાયુક્ત શિક્ષણ સામે વધુ એકવાર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.પંડિત જવાહરલાલ નેહરૂના દર્ષ્ટિકોણથી સ્થાપિત IIM / IIT / IISC જેવી સંસ્થાઓ આજે પણ અવ્વલ નંબરે જે દર્શાવે છે કે સારી અને ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જ ભારત નિર્માણ કરી શકાય. પણ કમનસીબે ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી સત્તામાં રહેનાર ભાજપા સરકારની ભ્રષ્ટ નીતિને કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સતત અધોગતિ તરફ ધકેલાઈ ગઈ છે. પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવી સહિતની પરીક્ષાઓમાં, સરળતા, પારદર્શકતાના અભાવે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા સામે અનેક પડકારો છે. ઓવરઓલ કેટેગરીમાં રાજયની માત્ર બે સંસ્થાઓ ગુજરાત યુનિવર્સિટી અને આઇઆઇટી-ગાંધીનગરને ટોપ 100માં સ્થાન મળ્યું છે. મેનેજમેન્ટ કેટેગરીમાં આઇઆઇએમ- અમદાવાદ દેશમાં પ્રથમ ક્રમે આવી છે. કેન્દ્ર સરકારના એજ્યુકેશન ડીપાર્ટમેન્ટ દ્વારા દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓનું મુલ્યાંકન કરીને રેકિંગ આપવામાં આવે છે. રેકિંગ માટે અધ્યાપકો, માળખાકીય સુવિદ્યાઓ, વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિદ્યા, વિવિધ કોર્સ સહિતના અનેક પાસાઓને ધ્યાનમાં લેવામાં આવે છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે કોલેજ કેટેગરીમાં રાજયની એકમાત્ર સેંટ ઝેવિયર્સ કોલેજ 96માં ક્રમે આવી છે. રાજયમાં પ્રાઇવેટ અને સરકારી યુનિવર્સિટીઓ મળીને સૌથી વધુ યુનિવર્સિટી ધરાવતું રાજય બનવા જઇ રહ્યું છે. જેના ભાજપ સરકાર મોટા મોટા દાવા કરીને જાહેરાત કરે છે. હાલમાં 108 જેટલી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં છે. વાસ્તવિક્તા એ છે કે નેશનલ રેકીંગમાં ૫૮માં ક્રમે હતી તેનાથી ૬૧માં ક્રમાંકે ગુજરાત યુનિવર્સિટી આવી ગઈ પરંતુ બાકીની એકપણ યુનિવર્સિટી ટોપ 100માં સ્થાન મેળવી શકી નથી. રાજયમાં 108 યુનિવર્સિટીઓ અને તેની સાથે જોડાયેલી અસંખ્ય 300થી વધારે કોલેજો પૈકી આજે નેશનલ રેકિંગમાં માત્ર અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજ ટોપ 100માં 96માં ક્રમે આવી છે આ સિવાય અન્ય કોઇપણ કોલેજ ટોપ 100માં સ્થાન મેળવી શકી નથી.

Centre of excellent અને excellence institute ના દરજ્જાના નામે મોટી મોટી વાતો કરનારી ભાજપા સરકાર ભ્રષ્ટાચારનું એપી સેન્ટર શિક્ષણ વિભાગની પોલી ખુલી પડી ગઈ છે. કરોડો રૂપિયાની નાણાંકીય ગ્રાન્ટો મેળવતી અને મનફાવે તે રીતે લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી કોલેજો, ખાનગી યુનિવર્સીટીઓની શૈક્ષણિક વ્યવસ્થા ક્યા પ્રકારની છે. કઈ દિશામાં જઈ રહી છે ? તે તપાસનો વિષય છે. ખાનગી યુનિવર્સીટીઓ – ખાનગી કોલેજો બેફામ ફી વસુલવાના લાયસન્સ આપનાર ભાજપા સરકાર કેમ મૌન છે ?રાજ્યની શિક્ષણ વ્યવસ્થાની અધોગતિ માટે મુખ્યમંત્રી – શિક્ષણમંત્રી જવાબદારી સ્વીકારે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com