ટ્રુ કોલરમાં સીનીયર IAS ઓફિસરની ઓળખ આપનાર આરોપીની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ

Spread the love

અમદાવાદ

સાયબર ક્રાઇમ સેલને બાતમી હકિકત મળેલ કે, Mr.Sudhakar Pandey S/O .. Mr.Dalsingar Pandey ઉર્ફે Mr.Avinash Pandey નામનો ઇસમ પોતાને સીનીયર IAS ઓફિસર તરીકેની ઓળખ આપી ટુ કોલરમાં પોતાની ખોટી ઓળખ રાખી તેના સગા સબંધીઓને રોજગાર અપાવવા માટે જુદી જુદી નામાંકિત કંપનીઓના ટેલીફોન સંપર્ક ઓનલાઇન સર્ચ કરી મેળવી લઇ જે તે કંપનીઓનો સંપર્ક કરી ખોટુ નામ ધારણ કરી છેતરપીંડી કરી રહેલ છે.” જે બાતમી હકિક્ત આધારે સદર ઇસમની તપાસ કરી સદર ઇસમ વિરુધ્ધ તા.૦૫/૦૬/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ કરી આરોપી સુધાકર દલસિંગાર પાંડે રહે.વડોદરાને પકડી પાડી ગુનાના અટક કરવામાં આવેલ છે. આરોપીની પુછપરછ કરતા પોતાને સારી નોકરી મળી રહે તે માટે નામાંકિત કંપનીઓની માહિતી એકત્રિત કરી તે કંપનીનો ટેલીફોનિક સંપર્ક કરી પોતે સીનીયર IAS ઓફિસર તરીકેની ઓળખ આપી તેના સગાસબંધીઓને રોજગાર અપાવવા સારુ ભલામણ કરતો હતો અને કેટલાક કિસ્સામાં પોતાને સારી એવી નોકરી મળી રહે તે સારુ જુદી જુદી કંપનીઓમાં ઇન્ટરવ્યુ પણ આપી આવેલ છે, આ તમામ પ્લાનીંગ તેણે પોતે જ કરેલ છે, અને પોતાની સીનીયર IAS તરીકેની ઓળખ True caller ઉપર જાતે જ મુકેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com