અમદાવાદ
વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના મુજબ વી.ચંદ્રશેખર પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા અમિત વસાવા પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદની અધ્યક્ષતામાં રાજયના શહેર/ જીલ્લાઓ ખાતે માર્ગ અસ્માતમાં મૃત્યુદરની સંખ્યામાં વધારો થયેલ જેથી Irad એપ્લીકેશનના માધ્યમથી મુલ્યાકન કરતા અત્રેના જીલ્લાના ૧૩ પોલીસ સ્ટેશનના અલગ અલગ ધોરીમાર્ગો ઉપર કુલ-૩૪ હોટ સ્પોટ શોધી કાઢવામાં આવેલ જે ધોરીમાર્ગો ઉપર વધારે પ્રમાણમાં અકસ્માતો થયેલ હોય તેવા સ્થળો ઉપર ટ્રાફીક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો ઉપર કાર્યવાહી કરવા તેમજ આજુબાજુના સ્થળો ઉપર આવેલ ઇન્ડ્રસ્ટીયલ વિસ્તાર /શાળા-કોલેજો / હોટલા ધાબા/ ગામ્ય વિસ્તાર ટ્રાફીક જાગૃતિના પ્રોગ્રામ કરવા આગામી ત્રણ માસ સુધી પાયલોટ પ્રોજેકટનું આયોજન કરવામાં આવેલ છે જે પાયલોટ પ્રોજેકટ અંતગર્ત વધુમાં વધુ કાર્યવાહી કરવા તેમજ કાર્યક્રમો યોજી અકસ્માતોનો ઘટાડો થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર છે જે પાયલોટ પ્રોજેકટ અંતગર્ત આજ રોજ સરદાર પટેલ રિંગ રોડ ઉપર બાકરોલ સર્કલ ખાતે નવજીવન હોસ્પીટલના સહયોગથી ડો નિર્મિત દિક્ષીતની હાજરીમાં આઇ ચેક અપ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને આ મેડીકલ કેમ્પમાં ૫૬ ડ્રાયવરોની આંખનું ચેક અપ કરી ૨૨ ડ્રાયવરોની આંખમાં નંબર હોવાથી તેઓને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.