મનપાની સામાન્ય સભામાં મહિલા નગરસેવકના પતિ કોર્પોરેટરની સીટમાં બેસી ગયા, પૂંછતા જણાવ્યું કે કોર્પોરેટર છું
મહાનગરપાલિકાની આજનો સામાન્ય સભા હતી, ત્યારે મહાનગરપાલિકાની સભા શરૂ થઈ અને રાષ્ટ્રગીતથી શરૂઆત થઈ, ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૮ના નગરસેવક ઉષાબેન વિષ્ણુજી ઠાકોર પોતે સામાન્ય સભામાં બેઠા હતા, ત્યારે તેમના પતિ વિષ્ણુજી ઠાકોર પણ સામાન્ય સભાની છેલ્લી હરોળમાં બે મિત્રોને લઈને બેઠા હતા, ત્યારે ૪૪ નગરસેવકોમાં બે જેટલા નગર સેવકો રજા ઉપર હતા, ત્યારે સંખ્યા ૪૪ થી વધી ગઈ હોય તેવું લાગતું હતુ,ં ત્યારે સભા શરૂ થતા રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ ખબર પડતાં મહિલા પત્તિને બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારે આ પ્રશ્ને એક અધિકારીએ મહિલા પતિને ટકોર કરી કે તમે કોણ છો? તો કહે કોર્પોરેટર ત્યારે વોર્ડ નંબર- ૮માં પતિ-પત્ની બંન્ને કોર્પોરેટર હોય તેવો પ્રશ્નમાં રમૂજ થઈ હતી, બે વર્ષથી વધારે સમય મહાનગરપાલિકાનો વ્યક્તિત્વ થતાં અનેક સામાન્ય સભા યોજાઈ, ત્યારે કોર્પોરેટરનો રોપ મારવા બેસી તો ગયા પણ પછી જાણ કરતા પત્રકારોની સીટમાં બેસવું પડ્યું હતું.