અમદાવાદ
આજે તા.૧૧/૬/૨૦૨૩ ના રોજ અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ વિભાગને પ્રાથમિક પુનરૂત્થાન માટે તાલીમ આપવા અંગે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિયલોજીસ્ટ ગુજરાત શાખાના સહયોગથી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે COS AWARNESS PROGRAM (CPR TRAINING PROGRAM) હેઠળ એક મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ જેમાં વિકાસ સહાય, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા.ગાંધીનગરની પ્રેરક ઉપસ્થિતી રહેલ તથા ADGP નરસિમ્હા કોમાર, લો એન્ડ ઓર્ડર, પોલીસ મહાનિરીક્ષક, વી ચંન્દ્રસેકર, અમદાવાદ વિભાગ,તથા પોલીસ કમિશ્નર, પ્રેમવીર સિંહ યાદવ, અમદાવાદ શહેર, નાયબ પોલીસ મહાનિરીક્ષક નીલેષ જાજડીયા, તથા ડૉ. ધર્મેન્દ્ર ગજ્જર તથા દીલીપ દેશમુખ તથા અન્ય પોલીસ અધિકારીઓ, ધારાસભ્યશ્રી તથા મહાનુભાવશ્રીઓ સદર તાલીમમાં હાજર રહેલ હતા. આ તાલીમમાં પોલીસ દ્વારા પોતાની ફરજ દરમ્યાન તાત્કાલિક સારવાર આપવાની પરિસ્થિતીનું નિર્માણ થાય ત્યારે બીમાર વ્યક્તિને મેડીકલ સહાય ન મળે ત્યા સુધી પ્રાથમિક સારવાર આપવા સારૂ CPR TRAINING PROGRAM અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના કુલ ૧૩૦૦ પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા તાલીમ લેવામાં આવેલ છે.