અમદાવાદ
પોલીસ કમિશનરશ્રી,તથા અધિક પોલીસ કમિશનરશ્રી સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્રનરશ્રી, ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી ‘આઈ’ ડીવીઝન અમદાવાદ શહેરનાઓ દ્વારા મિલ્કત સંબધી/વાહન ચોરીના ગુન્હા બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એ.વાય.પટેલ નાઓના માર્ગદર્શન આધારે ખોખરા પો.સ્ટે.સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ.શ્રી એસ.જે.ચૌહાણ તથા બીજા સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કો.સિધ્ધાર્થ કિશનભાઇ તથા પો.કો.રાજભાઇ નાગજીભાઇને મળેલ ચોક્કસ અને આધારભુત બાતમી હક્કિત આધારે આરોપી દિપક ઉર્ફે ઘુંઘરૂ મુન્નાસિંહ રાજપુત ઉ.વ.૨૭ રહે.૫૬/રાષ્ટ્રભારતી સ્કૂલ અરૂણનગર હાટકેશ્વર અમદાવાદને પકડી ઇસમને પુછપરછ કરતા પોતે કણભા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામા વોન્ટેડ હોવાની કબુલાત કરતા સદરીને સી.આર.પી.સી. ૪૧(૧)આઇ મુજબ અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી કણભા પોલીસ સ્ટેશનમા છેલ્લા એકાદ મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.