અમદાવાદ
સંયુક્ત પો.કમિ,શ્રી.સે-૨ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્રનરશ્રી,ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશનરશ્રી ‘આઈ ડીવીઝન અમદાવાદ શહેરનાઓ દ્વારા આગામી રથયાત્રા અનુસંધાને પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એ.વાય.પટેલ સાહેબશ્રીનાઓના માર્ગદર્શન આધારે સર્વેસ્કોડ એસ.જે.ચૌહાણ પો.સબ.ઇન્સ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કો.સંજયભાઇ મેહુરભાઈ તથા પો.કો.સંજયસિંહ દેહાભાઇ નાઓને તેઓના ખાનગી બાતમીદારથી સયુકત બાતમી હકીકત મળેલ કે “ખોખરા ભાઇપુરા રોડ ઉપર આવેલ અંબેમાતાના મંદિરની બાજુમા આવેલ મંદિરની ઓરડીમાં કેટલાક ઇસમો ગંજીફા પાનાથી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે..” જે વિગેરે મતલબેની બાતમી હક્કિત આધારે નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૫ અમદાવાદ શહેરનાઓ પાસેથી લેખિત રીપોર્ટ મોકલી આપી જુગાર ધારા કલમ-૬ મુજબનુ વોરંટ નંબર-૧૭/૨૦૨૩ તા.૧૨/૦૬/૨૦૨૩ નું મેળવી રેઇડ કરી જુગાર રમતા નીચે જણાવેલ આરોપીઓને પકડી અટક કરી તેઓની અંગઝડતી તથા દાવના નાણા તથા જુગારના રમવાના સાધનો તથા જુગાર રમવા સારૂ જે વાહન લઇ આવેલ હોય તે મળી કુલ્લે રૂ.૫,૬૨,૬૨૦/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી જુગારનો ક્વાલીટી કેસ શોધી કાઢેલ છે.
આરોપીઓના નામ:-નં.(૧) વિશાલ ભીખુદાન ગઢવી ઉ.વ.૩૪ રહે.મ.ન.૨ લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ-૨ મણિનગર પુર્વ ખોખરા અમદાવાદ શહેર નં.
(૨) ધર્મેન્દ્રભાઈ રતનલાલ કોટી ઉ.વ.૩૬ રહે.મ.નં.બી/૧૦૫ ટંકાર રેસીડેન્સી વટવા ચાર માળિયા પાસે વટવા અમદાવાદ શહેર નં.
(૩) ગિરીશભાઈ જેશીંગભાઇ બોરીશ ઉ.વ.૫૩ રહે.મ.નં.સમ્રાટનગર વિભાગ-૨સીટીએમ રામોલ અમદાવાદ શહેર નં.
(૪) નથુભાઇ એલપ્પા દગડે ઉ.વ.૪૬ રહે.બાબુભાની ચાલી ભાઈપુરા ખોખરા અમદાવાદ શહેર તથા નં.
(૫) શેટીયાભાઈ નારણભાઈ જીલ્લે ઉ.વ.૫૨ રહે.બાબુભાઇની ચાલી ભાઇપુરા ખોખરા
અમદાવાદ શહેર રીકવર કરવામા આવેલ મુદ્દામાલ:-
ગજીફા પાના નંગ-૫૨ જેની કિ.રૂ.૦૦/૦૦ તથા દાવના નાણા રૂ.૩૧૨૦/- તથા અંગઝડતીના નાણા રૂ.૨૩,૫૦૦/- જે મળી કુલ્લે રૂ.૨૬,૬૨૦/- તથા મો.ફો.નં.૪ કિ.રૂ.૨૬,૦૦૦/- તથા એક ફોર વ્હિલ કાર જેની કિં.રૂ.૪,૫૦,૦૦૦/- ગણી શકાય તથા બે એક્ટીવા સ્કુટર જેની કુલ્લે કિં.રૂ.૬૦,૦૦૦/- જે તમામ મળી કુલ્લે રૂ.૫,૬૨,૬૨૦/-