અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એક દિવસમાં કુલ 87 તાલુકામાં વરસાદ પડ્યો છે.દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે.
દ્વારકામાં સાડા 3 ઈંચ, રાજકોટના ઉપલેટામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢના મેંદરડામાં અઢી ઈંચ, જામજોધપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં અઢી ઈંચ, પોરબંદર અને જૂનાગઢમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. માંડવી, ખાંભા, લાલપુરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વંથલી, સાવરકુંડલા, માળિયા હાટિનામાં દોઢ ઈંચ અને ભાણવડ, ધોરાજી, કેશોદમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.