તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પૂર્વે જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. લોકાર્પણ પૂર્વે જ પુલ તૂટી પડતા લોકોમાં ચર્ચા જાગી છે. પૂલ તુટી પડતા 15 જેટલા ગામોને અસર થઇ છે. સાથે જ પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થઇ રહ્યા છે.
તાપી જિલ્લામાં વર્ષ 2021માં પૂલનું કામ આશરે બે કરોડ રુપિયાના ખર્ચે શરૂ કરાયુ હતુ. જો કે આજે વહેલી સવારે જ આ વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો છે. વહેલી સવારે પૂલ તૂટી પડ્યો હતો. જો કે કોઈ જાનહાની થઇ નથી.