અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામા આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે જાડેજાની ટીમના પો.સબ.ઇન્સ. આઇ.એમ.ઝાલા તથા સ્ટાફ દ્વારા HC કનુભાઇ જીવાભાઇ તથા P.C. પ્રદિપકુમાર હેમજીભાઇ દ્વારા નાસતા ફરતા આરોપી ઓવેશમીયા ઉર્ફે નવાબ સન/ઓફ અનવરમીયા મલેક ઉ.વ-૨૧ રહે-કસ્બામાં, ગામ-જલ્લા,તા-તારાપુર, જીલ્લો-આણંદને કાગડાપીઠ ઉંટવાળી ચાલી આગળ આવેલ પાણીની ટાંકી પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી તથા તેનો ભાઇ અખ્તરમીયા અનવરમીયા મલેક તથા કાકાનો દિકરો હસનેનમીયા હબીબમીયા મલેક તેની જમીનમાં ઘાસ ભરવા માટે ટેક્ટર લઇ ને ગયેલ હતાં. આ સમય દરમ્યાનમાં તેના ગામમા રહેતો ગૌત્તમ રમેશભાઇ રબારી નામનો છોકરો તેની ભેંસો લઇ તેના ખેતરમાં આવેલ. તેના ખેતરમાં રાખેલ ઘાસ ચારાનુ ભેલાણ કરતો હોય. જેથી તેને તેની ભેસો કાઢી લઇ જતો રહેવા કહેતાં. આ સમય દરમ્યાન ગૌત્તમના મોટા બાપુજી કાનજીભાઇ આવી જતા બન્ને પક્ષો વચ્ચે અંદરો અંદર મારામારી ઝગડો થયેલ હોવાની વિગત જણાવે છે.જે બાબતે આણંદ જીલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિષનો ગુનો દાખલ થતા આરોપી તેની ધરપકડ ટાળવા નાસતો ફરતો હોવાની હકીકત જણાવી હતી.
શોધાયેલ ગુન્હા ની વિગત
તારાપુર પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૧૫૦૨૯૨૩૦૧૭૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૬, ૩૦૭, ૫૦૪, ૫૦૬(૨) ૧૧૪ મુજબ
આરોપીનો ગુનાહીત ઇતિહાસ:
આરોપી અગાઉ ઘાટલોડીયા, રાણીપ, વાસણા,વાડજ, નારણપુરા પોલીસ સ્ટેશનોમા ઇકો ગાડીના સાયલેન્સર ચોરીના ૧૦ ગુન્હાઓમાં પકડાયેલ છે. જે તમામ ગુન્હાઓમા તે અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમા ચાર મહીના રહેલ છે. તેમજ એક વખત પાસા અટકાયતી તરીકે રાજકોટ જેલમા દોઢ મહીનો રહેલ છે.