આરોપી વસંત ઉર્ફે બચ્ચી
અમદાવાદ
આગામી રથયાત્રા અનુસંધાને ગે.કા.હથીયારો શોધી કાઢવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ પો.ઇ. એન.જી.સોલંકીની ટીમના પો.સ.ઇ.શ્રી કે.કે.ચૌહાણ તથા એ.એસ.આઈ હિંમતસિંહ ભુરાભાઈ, હે.કો.ભરતભાઈ શીવરામભાઈ અને હે.કો.કૌશિક ગોવિંદભાઈ દ્વારા ગે.કા.હથીયાર રાખતા આરોપી વસંત ઉર્ફે બચ્ચી સ/ઓ ત્રીલોકીનાથ તીલકધારી કહાર ઉ.વ.૩૧ રહે: હનુમાનનગર-૨ છાપરામાં, રાષ્ટ્ર ભારતી સ્કુલના ઝાંપા પાસે, સી.ટી.એમ.ખોખરા અમદાવાદ શહેરને સી.ટી.એમ.ચાર રસ્તા હનુમાનનગર જવાના રોડ પરથી ઝડપી લીધેલ છે.આરોપી એક સિંગલ બેરલ બાર બોર દેશી બનાવટના તમંચા કિ.રૂ.૫,૦૦૦/-અને એક કારતુસ કિ.રૂ.૧૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૧૦૦/- ની મત્તાનો મુદ્દામાલ મળી આવતાં ડી.સી.બી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૮૮/ ૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
ગુનાહીત ઇતીહાસ
(૧) રામોલ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ (૨) રામોલ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૫૯/૨૦૧૯ ઈ.પી.કો કલમ ૩૯૨, ૧૧૪ મુજબ સને-૨૦૧૯ માં પાસા હેઠળ ભૂજ પાલારા જેલમાં છ મહિના રહી ચુકેલ છે.આરોપી પાસેથી મળી આવેલ હથિયાર તે કોની પાસેથી અને કયા હેતુથી લાવેલ છે તેમજ આ હથિયારનો ક્યાં ક્યાં ઉપયોગ કરેલ છે તે બાબતે આરોપીની ઉંડાણપુર્વક પૂછપરછ તપાસ ચાલુ છે.આ કામે પકડાયેલ આરોપીએ આ સિવાય અન્ય આવા પ્રકારના કોઈ ગુનાઓ આચરેલ છે કે કેમ ? તે બાબતે તેની પૂછપરછ તપાસ ચાલુ છે.