અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક શ્રી વી.ચન્દ્રશેખર સાહેબ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી અમીત વસાવા સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી.બી.એસ.વ્યાસ સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓ તરફથી જીલ્લામા પ્રોહીબીશનની ડ્રાઇવ ચાલુ હોય અને પ્રોહીબીશનની પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરવા જરુરી સુચનો આપેલ અને આવી ગેરકાયદેસર પ્રવૃતિઓમાં કોઇ હોમગાર્ડ/જી.આર.ડી.નાં જવાનોની સંડોવણી હોય તો તેઓના વિરૂધ્ધ કાયદેસર પગલાં લેવાની સુચનાઓ આપેલ હોય જેના ભાગરૂપે ચાંગોદર પો.સ્ટેના પો.ઈન્સ.આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ ચાંગોદર પો.સ્ટે.ના પો.સ.ઇ. એસ.એસ.શેખ તથા પોલીસ સ્ટાફનાં માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ નાઓને ખાનગી બાતમી હકિકત મળેલ કે મોરૈયા ગામ પાસે નારાયણ રેસિડેન્સીમાં રહેતાં હોમગાર્ડ જવાન નિતીનભાઈ પાલજીભાઈ ચૌહાણનાનો પોતાના ઘરે ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા તેના ઘરમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂ મેકડોવેલ્સ ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૧૫ કિ.રૂ. ૭૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય આ દારૂનો જથ્થો કોણે પુરો પાડેલ છે તે અંગે પુપરછ કરતાં તેણે આ દારૂનો જથ્થો હિમાંશુભાઇ ઉર્ફે લાલો રામજીભાઇ ચૌહાણ રહે. મ.નં. ૨૧૦૨ બ્લોક નંબર ૨૨૨, ગોતા હાઉસીંગ બોર્ડ, પાણીની ટાંકી પાસે, ગોતા, અમદાવાદ શહેરનાઓ પાસેથી લાવેલ હોવાનું જણાવતાં સદરીની તપાસ કરતાં મળી આવતાં બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ચાંગોદર પોલીસ.
કામગીરી કરનાર પો.ઈન્સ. આર.ડી.ગોજીયાના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એસ.એસ.શેખ અધિકારી/કર્મચારી તથા એ.એસ.આઈ મહીપતસિંહ લક્ષ્મણસિંહ બ.નં ૭૯૪ તથા અ.હે.કો જગદિશભાઈ ઠાકરશીભાઈ બ.નં ૬૦૩ તથા અ.હે.કો ધીરેન્દ્રસિંહ ગુણવંતસિંહ બ.નં ૧૦૪૬ તથા અ.પો.કો ભરતભાઈ ભોપાભાઈ બ.નં ૮૮૭ તથા આ.પો.કો વિપુલસિંહ મદારસિંહ બ.નં ૧૩૩ નાઓ જોડાયેલ હતા.