ટ્રકમાં ૧૪ કીલો ૫૮ ગ્રામ ગાંજાની હેરાફેરી કરતાં આરોપીઓની ધરપકડ કરતી એસ.ઓ.જી. શાખા અમદાવાદ ગ્રામ્ય

Spread the love

અમદાવાદ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક વિ.ચંન્દ્રશેકર, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી અમિત વસાવા સાહેબ નાઓએ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન.એચ.સવર્સેટા નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને અ હે.કો. અજીતદાન સાગરદાન તથા મહેશભાઇ પરષીત્તમભાઇ તથા ગોપાલસિંહ સરદારસિંહ નાઓને ખાનગી રાહે અને આધારભુત બાતમી હકીકત મળેલ કે, “અશોક લેલન ટ્રક નં. જીજે ૦૩ બીવાય ૪૫૪૮ માં ટ્રકના ડ્રાઇવર તથા તેનો મિત્ર મહારાષ્ટ્રથી નશાકારક ગાંજો ટ્રકમાં લઇને વાયા તારાપુર-બગોદરા હાઇવે, થઇ રાજકોટ તરફ જનાર છે.” જે ચોક્કસ બાતમી હકીકત આધારે પંચો સાથે અરણેજ ગામની સીમમાં નવો બનેલ ઓવર બ્રિજ ઉતરતા બગોદરા તરફના રોડની સાઇડમાં રોડ ઉપર વોચમાં રહી આરોપીઓ (૧) આરીફભાઇ ઇસ્માઇલભાઇ બાબર ઉ.વ.૪ર રહે. મકાન નંબર ૪૪૩, પુનિતનગર ૧૫૦ ફુટ રીંગ રોડ પાણીના ટાંકા સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી વાસુદેવ વિધાલયની બાજુમાં રાજકોટ શહેર તથા (૨) દાઉદભાઇ કદીરભાઇ સામદાર ઉ.વ.૩૪ રહે.ભગવતીપરા ભગવતીપરા મેઇન રોડ રોજકોટ વાળા નાઓની પોતાના કબ્જા ભોગવટાવાળી ટ્રક નં. જીજે ૦૩ બીવાય ૪૫૪૮ માં વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો ૧૪ કીલો ૦૫૮ ગ્રામ (૧૪.૦૫૮) કુલ કિ.રૂ.-૧,૪૦,૫૮૦/- તથા તેની અંગ જડતીમાંથી રોકડ રૂપીયા- ૩૬૭૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૩ કિ.રૂ.-3000/-તથા ટ્રક નંબર GJ 03_BY_4548 કિ.રૂ.-૪૦,૦૦,૦૦૦/- તથા ટ્રક નંબર GJ 03 BY 4548 મા ભરેલ સ્કેપના ગઠ્ઠા ૩૪,૬૯૦ ટન કિ.રૂ ૧૪,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.-૫૫,૪૭,૨૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા કબજે કરી સંદરી આરોપીઓ વિરુદ્ધ કોઠ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એકટની કલમ- ૮(સી),૨૦(બી),૨૯ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વોન્ટેડ આરોપીઓ

(૧) કૃણાલ કીર્તીભાઇ ચગ (લુહાણા) રહે.અક્ષરનગર શેરીનંબર-૨ અમૃતડેરીની સામે ગાંધીગ્રામ રાજકોટ

(૨) દિલીપભાઇ ઉર્ફે રાજુભાઇ રહે.ચોપડા શહેરની નજીકનુ ગામ જિલ્લો જલગાવ મહારાષ્ટ્ર

હસ્તગત કરેલ મુદામાલ

(૧) ગાંજો ૧૪.૦૫૮ કિ.રૂ૧,૪૦,૫૮૦/-

(૨) અંગ જડતીમાંથી મળી આવેલ રોકડ રૂપીયા-૩૬૭૦/-

(૩) મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.-૩૦૦૦/-

(૪) ટ્રૅક નંબર GJ 03 BY 4548 કિ.રૂ.-૪૦,૦૦,૦૦૦/- (૫) ટ્રક નંબર GJ 03 BY 4548 મા ભરેલ સ્કેપના ગઠ્ઠા ૩૪.૬૯૦ ટન કિ.રૂ ૧૪,૦૦,૦૦૦ કુલ કિં.ગ.- ૫૫,૪૭,૨૫૦

આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એન.એચ.સવસેસ તથા પો.સ.ઇ.શ્રી આઇ.કે.શેખ તથા પો.સ.ઇ.શ્રી ડી.વી.ચિત્રા તથા એ.એસ.આઈ પ્રદિપસિંહ નવલસિંહ, એ.એસ.આઇ, મનુભાઇ વજુભાઇ, એ.એસ.આઇ. ભરતસિંહ ખુમાનસિહ તથા અ.હે.કો. ગોપાલસિંહ સરદારસિંહ, મહેશભાઇ પરષોત્તમભાઇ અજીતદાન સાગરદાન તથા અ.પો.કો. મહાવીરસિંહ હેમંતસિંહ, રાદેવસિંહ ભાવસિંહ તથા આ.પો.કો. હાર્દિકકુમાર રણમલભાઇ તથા ડ્રા.પો.કોન્સ. જયંતિભાઇ સવજીભાઇ તથા વિષ્ણુભાઇ ભગવાનભાઇ  જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com