અનેક વિસ્તારોમાં વૃક્ષો નમી જવાથી વીજળી ગુલ હોવાના કારણે લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન: જેસીબી મશીન અને વૃક્ષ કાપનાર ની ટીમ સાથે અલગ અલગ વિસ્તારોમાં કામગીરી હાથ ધરાઈ
અમદાવાદ
પોરબંદરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષો નમી ગયા છે અને ડાળીઓ વાયરો ઉપર લટકતી હોવાથી અનેક વિસ્તારોમાં અંધારપટ છે અને પૂરતા પ્રમાણમાં તંત્ર પહોંચી શકે તેમ નથી ત્યારે પોરબંદરના ધારાસભ્ય ખુદ મેદાને આવ્યા છે અને તેમને સ્વખર્ચે ટુકડીઓને કામે રાખી અને આ કામગીરી હાથ ધરી છે.બીપરજોય વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષોની ડાળીઓ નમી ગઈ છે અને અનેક જગ્યાએ વૃક્ષો છે તે જમીનમાંથી બહાર નીકળી ગયા છે મૂડમાંથી ઉખડીને પડી ગયા છે તેને દૂર કરવાની કામગીરીમાં તંત્ર પૂરતા પ્રમાણમાં પહોંચી શકે તેમ નથી અને તેના કારણે અનેક વિસ્તારોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે આવી અનેક ફરિયાદો મળતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્વ-ખર્ચે 100 ટુકડીઓને કામે લગાડી છે જેમાં જેસીબી મશીન વૃક્ષોની ડાળીઓ કાપવા માટેના માણસો અને ટ્રેક્ટર સહિતની વ્યવસ્થા કરી અપાય છે અને શહેરના ખારવા વાળ સહિતના અલગ અલગ વિસ્તારોમાં જઈને આ પ્રકારની ટીમો કામગીરી કરી રહી છે જ્યાં ક્યાંય પણ નડતર વૃક્ષ ની ડાળીઓ વીજ વાયરને સ્પર્શતી હોય તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયા ના માર્ગદર્શન નીચે અલગ અલગ વિસ્તારોમાં આ ટીમ ફરી રહી છે અને અનેક જગ્યાએ અર્જુનભાઈ મોઢવાડિયા જાતે નિરીક્ષણ કરીને રૂબરૂ સાથે જઈ રહ્યા છે તથા જ્યાં પણ જરૂરિયાત હોય તે પ્રમાણે વૃક્ષોની ડાળી ના કટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે
પોરબંદરમાં તાત્કાલિક વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં યોગ્ય રીતે આવે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ PGVCL ના એમ.ડી. ને પત્ર લખી પોરબંદર શહેર અને ગ્રામ્યમાં પાવર રિસ્ટોર કરવા માટે બહારથી મોટાપાયે વીજળી વિભાગની ટીમો મોકલવા રજુઆત કરી છે. PGVCL ના એમ.ડી. શ્રી એમ.જે. દવે એ બગવદર સબ ડિવિઝનમાં ડેપ્યુટી ઈજનેરની તાકીદે નિમણૂંક કરવાની અને આગામી 24 કલાકમાં મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ થઈ જાય તે માટે શક્ય તમામ કામગીરી કરવાની ખાતરી આપી