દેશમાં કોરોનાના પગલે હાલ મહામારી ચાલી રહી છે, ત્યારે ભારતના વડાપ્રધાન દ્વારા અગમચેતીના ભાગરૂપે ૨૧ દિવસ લોકડાઉન કરતા શ્રમજીવી ગરીબોને ભોજન અત્યારે ફાંફા પડી રહ્યા છે. ત્યારે રોજબરોજનું ખાતા આ શ્રમજીવીઑ માટે ગાંધીનગર બ્રોકર એસોશિયન સૌ સાથે મળીને ભૂખ્યાને જઠરાઘ્ની ઠરવા ઘેર ઘેર જમવાનું આપવા નીકળ્યા છે ત્યારે તાજું પૌષ્ટિક જમવાનું આપીને તમામ રહેવાસીઓ જે જુપડપટ્ટીમાં રહી રહ્યા છે તેમને ઘરમાં રહેવાનું જણાવી રહ્યા છે. દેશ માટે આવેલી આપત્તિને આપણે સૌ ભેગા થઈને મ્હાત આપવાની છે. ત્યારે રોટલાની અને પેટની ચિંતા બ્રોકર એસોશિયન થી લઈને અનેક સંસ્થાઓએ ઉપાડી લીધી છે, ત્યારે આ સમસ્યા ની જવાબદારી ભારતના વડાપ્રધાન એકલાની નહીં આપણી સૌની છે ત્યારે કપરા સમયમાં અમે મહામારીમાં મહેશ રાવત, શૈલેષ પરમાર, રોહિત બારોટ, અમિત ઉપાધ્યાય, દીપક પટેલ થી લઈને અશ્વમેઘ પરિવારના નામાંકિત બિલ્ડર એવા બાબુભાઇ પટેલ જવાબદારી સાથે નિભાવી રહ્યા છે ત્યારે આ પ્રસંગે સરપંચ લવારપુરના હર્ષદ પટેલ પણ સેવામાં જોડાયા હતા.