દેશમાં કોરોના વાયરસે માઝા મૂકી છે, ત્યારે ભારતના વડાપ્રધાને 21 દિવસ દેશમાં લોકડાઉનનું આહવાન કરતાં શ્રમજીવીઑ, ગરીબો માટે બે ટંકના રોટલાના સાંસા પડી રહ્યા છે, ત્યારે ગાંધીનગર ખાતે અશ્વમેઘ પરિવારના બાબુભાઇ પટેલ, શૈલેષ પટેલ, પરેશ પટેલ તથાભોજનના દાતા કટોસણવાળામહેશભાઇ ધ્વારા ગરીબો માટે તૈયાર ભોજનનો ભંડારો ખોલ્યો હોય તેમ દરેક જગ્યાએ ગરીબો, નિરાશ્રીતો માટે ભોજન પહોચાડી રહ્યા છે.
દેશમાં મહામારીના આ સમયમાં ધંધા, રોજગારમાં પણ ભયંકર હાલ મંદી ચાલી રહી છે. ત્યારે પણ કાંઈક વાપરીને પુણ્ય કમવીએ, કુદરતે જે આપ્યું છે તે વાપરીએ એવા સારા ઉદ્દેશથી અશ્વમેઘ પરિવાર દ્વારા ગરીબો થી લઈને પશુ પક્ષીઓ અબોલ જીવો માટે પણ ગાંઠીયા, જાર, બાજરીથી લઈને તડામાર તૈયારી આરંભી દીધી છે. મહામારી હાલ ચાલી રહી છે ત્યારે ફક્ત મહામારી પૂરતું નહીં પણ હર હંમેશા અબોલ જીવ માટે બાબુકાકા આપવામાં પ્રથમ આંગળી ઉંચી રાખે છે, ત્યારે કોરોનાવાયરસના પગલે સરકાર તંત્રતો સેવા બજાવે છે. પણ અશ્વમેઘ પરિવાર તથા બ્રોકર એસોસિયન ગ્રુપના મહેશ રાવત, શૈલેષ પરમાર, રોહિત બારોટ, અમિત ઉપાધ્યાય, દીપક પટેલ પણ ગાડીમાં તમામ પાકું ભોજન લઈને ગરીબો સુધી પહોંચાડવા દોડી રહ્યા છે ત્યારે રામે દીધો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય કુદરતે જે આપ્યું છે તે વાપરીને પુણ્ય કમાય તે જ સાચો જીવડો, ત્યારે આવા સમયે બાબુકાકા એ નાણાંની કોથળી છૂટી મુકી ને તેનાથી ગરીબોના પેટ ભરાય તે માટે સારામાં સારી ક્વોલિટીનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. ત્યારે અમુકસમૂહ લગ્નથી લઈને અનેક સેવાઓમાં દોટ મુકતા બાબુકાકા એ હવે કોરોનાવાયરસને જે સ્થિતિ નિર્માણ થઇ છે તેમાં સૌપ્રથમ ગરીબો અન્ય રાજ્યોમાંથી ફસાયેલા મજૂરો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.