અમદાવાદમાં અમિત શાહ વર્ષોની પરંપરા પ્રમાણે મંગળા આરતીના દર્શન કરશે

Spread the love

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવશે. આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અને ગાંધીનગર લોકસભામાં 75 કરોડના કાર્યનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં ગાર્ડનનું લોકાર્પણ કરશે. સાથે સાથે જગતપુરમાં ગોદરેજ ગાર્ડન સીટી પાસેના બ્રિજનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. આ બંને કાર્યક્રમ બાદ અમિત શાહ જાહેર સભાને પણ સંબોધન કરશે. આવતીકાલે રથયાત્રા છે ત્યારે અમિત શાહ વર્ષોની પરંપરા પ્રમાણે મંગળા આરતીના દર્શન કરશે.
અમિત શાહ આવતીકાલે રથયાત્રાને લઇને સવારે પોણા ચાર વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીના દર્શન કરશે. ત્યારબાદ સવારે 9:15 વાગ્યે નવા રાણીપ ખાતે એએમસી દ્ધારા બનાવવામા આવેલા ગાર્ડનનું ઉદ્ધાટન કરશે.ત્યારબાદ સવારે સાડા નવ વાગ્યે એએમસી અને રેલવે દ્ધારા બનાવવામાં આવેલા જગતપુર રેલવે ફ્લાઇઓવરનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે અમિત શાહ પીપલ્સ પાર્કનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ અમિત શાહ બાવળા ખાતે ત્રિમૂર્તિ હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com