કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા

Spread the love

કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાયા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના હસ્તે ગોવાભાઇ રબારીએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ગોવાભાઇની સાથે તેમના પુત્ર સંજય રબારી પણ ભાજપમાં સામેલ થયા હતા. ગોવાભાઇ રબારીની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા હતા.
ગોવાભાઈના ભાઈ જગમલભાઈ રબારી, લાખણી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિપક ઓઝા પણ ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના રાજીનામાંને લઈને કોંગ્રેસને ફટકો લાગ્યો છે. ગોવાભાઈને પક્ષમાં લાવવા ભાજપના દિગ્ગજ નેતાઓ શંકર ચૌધરી, બળવંતજી રાજપૂતે ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે.ગોવાભાઇ રબારીએ કોંગ્રેસની કથળતી જતી હાલતના કારણે વિસ્તારના લોકોના કામકાજ સંતોષ પૂર્વક રીતે કરી શકાતા ન હોવાથી કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ જણાવ્યું છે. જોકે તેમના સમર્થનમાં આઠ જેટલા અન્ય હોદ્દેદારોએ પણ રાજીનામાં આપતા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.ગોવાભાઈ દેસાઈ બનાસકાંઠા જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં માલધારી સમાજમાં મોટા આગેવાન ગણાય છે. ગોવાભાઈ રબારી ભાજપમાં જોડાતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકસાન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com