દેશમાં અત્યારે મહામારી એવા કોરોના વાયરસથી પ્રજા પીડાઈ રહી છે, ત્યારે 21 દિવસના લોકડાઉનમાં પ્રજાને તો ઘરે જ બેસવાનું છે, અને શુધ્ધ અને અણીયુધ્ધ પાકું ભાણું ખાવાનું છે, ત્યારે 16 કલાક ડ્યૂટી નીભાવતી આ દેશની પોલીશને સત સત વંદન છે, તેમાય ગુજરાતમાં હમણાં 5 વર્ષથી પનોતી બેઠી હોય તેમ અનામત આંદોલન, LRD પ્રકરણ, ભરતી કૌંભાંડ, કર્મચારીયોની મહારેલી, વિધાનસભા બંદોબસ્ત, પછી હવે કોરોનાગ્રસ્ત નો વાયરસે પોલીસને પણ ધંધે લગાડી દીધી છે. દરેક જગ્યાએ રોડ, રસ્તા પર પોઈન્ટ મૂકેલા હોય અને કોઈપણ પ્રકારની કીટ ન હોવા છતાં મોઢે રૂમાલ બાંધીને લોકોને માર્ગદર્શન આપતી પોલીસની હાલત કફોડી થઈ ગઈ છે.
આજે દેશમાં ૨૧ દિવસ lockdown ના કારણે શ્રમજીવીઓ મજૂરો ગરીબોને તો ભોજન ઘરે બેઠા અથવા તો જ્યાં ફસાઈ ગયા હોય ત્યાં સંપૂર્ણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવા છતાં અને તમામ વ્યવસ્થા હોવા છતાં પીસાઈ રહ્યા હોય તેમ વતન તરફ ડોટ મૂકવા કાગારો મચાવી રહ્યા છે. ત્યારે શ્રમજીવી કરતા બતર સ્થિતિ પોલીસની છે ત્યારે કોરોના માં અન્ય દેશોમાં પોલીસને કીટ પ્રદાન કરવામાં આવી છે તે કીટ આપવાની તાતી જરૂર છે ત્યારે ૧૬ કલાક નોકરી કરતી પોલીસને અત્યારે રોટલો ખાવા ઓટલો પણ નસીબમાં નથી ત્યારે આ તસવીર ભલે જૂની હોય (પ્રતિકાત્મક) પણ આ સત્ય વાસ્તવિકતા છે ત્યારે ગુજરાત પોલીસને સલામ જીવલેણ કોરોનાવાયરસ સામે 16 કલાક ડ્યુટી કરવા છતાં પ્રજાએ કદર કરવાની જરૂર છે. આજે પ્રજાએ પોલીસનો દ્રષ્ટિકોણ જોવાનો બદલવાની જરૂર છે.