કોરોના (Coronavirus)સામે લડવા માટે દેશમાં લૉકડાઉન (21 Days Lockdown)ની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન આપણે ઘર (Stay Home)માં જ રહીએ એ જરૂરી છે. કારણ કે ઘરમાં જ આપણે અને આપણો પરિવાર સૌથી વધારે સુરક્ષિત (Secure) છીએ. લૉકડાઉનની સ્થિતિમાં જાણો એવા કયા પૌષ્ટિક પદાર્થો છે જે ઘરમાં હોવા જરૂરી છે? જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારી શકાય. ખાવા માટે ઘરમાં ચણા, રાજમા, દાળ, સોયાબીન, ચણા અને કાબુલી ચણા હોય તે જરૂરી છે. કારણ કે ઇમ્યુનિટીના દ્રષ્ટિએ આ સૌથી વધારે પૌષ્ટિક છે. સમાલાની વાત કરવામાં આવે તો હળધળ, ધાણા-પાઉડર, જીરું, હીંગ, લાલ મરચા પાઉડર, સરસો અને સૂકા કઢી પત્તા હોય તે જરૂરી છે.જો શાકભાજીની વાત કરવામાં આવે તો લૉકડાઉન દરમિયાન ઘરમાં બટાકા, ડુંગળી, ટમેટા, શક્કરીયા, આદુ અને લસણ હોય તે જરૂરી છે. એન્ટી બાયોટિક અને વિટામીન સી માટે લસણ અને આદુ સારો વિકલ્પ છે. સાંજે હળવા નાસ્તા માટે મગફળી, શેકેલા ચણા, મમરા, પૌંઆ અને સૂકો મેવો જો હોય તો તમારા ઇમ્યુનિટી સારી રહેશે. અન્ય જરૂરી વસ્તુઓમાં તમારા ઘરમાં મૂસલી, ઓટ્સ, ચિયા સીડ્સ, ઇંડા, ચીઝ, સોજી અને ચણા લોટ હોય તે જરૂરી છે.