સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટની ચૂંટણી જાહેર થઈ છે. આગામી 22 જુલાઈએ ચૂંટણી પ્રક્રિયા યોજાશે. 9 સેનેટ બેઠકો માટે થઈને આ ચૂંટણી યોજાનાર છે. આ માટે થઈને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં 9 મતદાન બેઠકો પર મતદાન કરવાાંમાં આવશે. અલગ અલગ બેઠકો અને વિભાગો માટે થઈને ચૂંટણી પ્રક્રિયા થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માટે ચૂંટણીને લઈ આયોજન શરુ કરી દીધુ છે અને તારીખો જાહેર થતા સેનેટ માટેના ઉમેદવારોના ફોર્મ ભરવાની કાર્યવાહી નિયત કાર્યક્રમ મુજબ હાથ ધરાશે.
ગ્રામિધાશાખાની 1 બેઠક, આર્કિટેક્ચર વિભાગની 1 બેઠક, પર્ફોમિંગ આર્ટ્સની 1 બેઠક માટે ચૂંટણી થશે. માધ્યમિક શાળા આચાર્ય અને માધ્યમિક શાળા શિક્ષકની 2-2 બેઠક માટે ચૂંટણી યોજાનાર છે. આ માટે થઈને પાંચ જિલ્લાઓમાં મતદાન મથક તૈયાર કરવામાં આવશે. આમ ચૂંટણી આડે હવે એક માસનો સમય છે અને આ દરમિયાવન સેનેટના સભ્યને લઈ ચૂંટણીનો માહોલ જોવા મળશે.