કોરોનનો અજગરી ભરડો દેશના નાગરિકોને ધીરે ધીરે લપેટમાં લઇ રહ્યો છે. ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવનાં કેસો વધી રહ્યા છે અને હવે સ્થાનિક સ્તરે પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. દેશને કોરોનાની મહામારીથી બચાવવા ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. તેમ છતાં કેટલાક લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. પોલીસતંત્ર લોકોડાઉનની અમલવારી માટે સતત પ્રયત્નશીલ છે. હાલ પોલીસતંત્રમાં કર્મચારીઓની ઘટ હોવાથી રાજ્ય પોલીસતંત્ર તરફથી ગૃહ વિભાગ પાસે વનવિભાગ અને એસીટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસેથી બંદોબસ્ત માટે મદદરૂપ થવા મંજૂરી મેળવવા પત્ર વહેવાર થયો હોવાનું બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલને થતા તેમને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી હાલ ફરજ મોકૂફ કરાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મીઓને ફરજ સોંપવામાં આવેની રજૂઆત કરી હતી.
બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, કોરોના મહામારીથી દેશને બચાવવા કેન્દ્ર સરકારે ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનની અસરકારક અમલવારી માટે રાજ્ય પોલીસતંત્ર માં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ ૨૪ કલાક ખડેપગે લોકડાઉનની અમલવારી માટે પ્રયત્નશીલ છે. રાજ્ય પોલીસવડાએ પોલીસ મહેકમ ઓછી હોવાથી ગૃહવિભાગ પાસે વન અને એસટીકર્મીઓને બંદોબસ્ત માટે ઉપયોગ કરવા અરજી કરવામાં આવી હોવાની જાણ થતા પોલીસતંત્રમાં ફરજ બજાવતા મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ મોકૂફ છે. રાજ્ય સરકાર સસ્પેન્ડેડ અધિકારીઓ અને કર્મચારીઓને ૫૦ થી ૭૫ ટકા પગાર પણ ચુકવવામાં આવે છે તેમની પાસે કામગીરી લેવામાં આવતી ન હોવાથી હાલ પૂરતું સસ્પેન્ડેડ કર્મચારીઓ ગુણદોષનું મૂલ્યાંકન નજર અંદાજ કરી તેમને ફરજ સોંપવામાં આવેની માંગ કરી છે.
રાજ્ય પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ મોકૂફી હેઠળ રહેલા અધિકારીઓ અને કર્મચારીઓને ધારાધોરણ મુજબ પગાર ચુકવવામાં આવી રહ્યો છે જે બિન ઉત્પાદક હોવાથી રાજ્ય સરકારની તિજોરી ઉપર બિનજરૂરી આર્થિક બોજ નાખવામાં આવતા ખુબજ દુઃખદ હોવાનું જણાવી વનવિભાગ અને એસટી તંત્રના કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા બિન કુશળ હોઈ સસ્પેન્ડેડ પોલીસકર્મીઓની સેવા લઈ લોકડાઉનની અસરકારક અમલવારી માટે ઉપયોગ લેવો જોઈએની માંગ કરી હતી.