કોરોના વાયરસના પગલે સરકાર ચલાવવા કેન્દ્રની સ્થિતિ કપરી

Spread the love

PM Modi Interview: Will Act on Ram Temple Only After Judicial ...

સરકાર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિનામાં બજારમાંથી ૪.૮૮ લાખ કરોડ રૃપિયા ઉધાર લેશે. કોરોના મહામારીનો સામનો કરવા માટે આ રકમ ઉધાર લેવામાં આવશે.

કોરોનાનો સામનો કરવા માટે સરકાર આર્થિક સ્ત્રોત વધારવાના પણ પ્રયત્નો કરી રહી છે. આર્થિક બાબતોના સચિવ અતનુ ચક્રવતીએ આજે આ માહિતી આપી હતી. મંગળવારના રોજ યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નાણા પ્રધાન નિર્મલા સિતારમને ૨૦૨૦-૨૧ના બજેટમાં સમગ્ર વર્ષ દરમિયાન બજારમાંથી ૭.૮ લાખ કરોડ રૃપિયાનું ઉધાર લેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતોે. જે પૈકી ૬૨.૫૬ ટકા રકમ એટલે કે ૪.૮૮ લાખ કરોડ રૃપિયા ૨૦૨૦-૨૧ના પ્રથમ છ મહિના દરમિયાન લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ છ મહિનામાં ૬૨.૨૫ ટકા રકમ ઉધાર લેવામાં આવી હતી. ઉધારની કુલ રકમમાં અગાઉ લીધેલ ઉધાર રકમ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે નાણા પ્રધાન નિર્મલા સિતારમને ૨૦૨૦-૨૧નું બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે ૨૦૧૯-૨૦ દરમિયાન બજારમાંથી શુદ્ધ ઉધાર ૪.૯૯ લાખ કરોડ રૃપિયા રહેવાનો અંદાજ છે. જ્યારે ૨૦૨૦-૨૧ દરમિયાન બજારમાંથી કુલ શુદ્ધ ઉધાર ૫.૩૬ લાખ કરોડ રૃપિયા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com