રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે છેલ્લા શ્વાસ સુધી લડત આપનાર, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, મહાન ચિંતક અને ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ બલિદાન દિવસે સમૃદ્ધ અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે અવિરત કાર્યરત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે ભાજપાના ‘સંપર્કથી સમર્થન કાર્યક્રમ‘ હેઠળ ધારાસભ્ય રીટાબેન પટેલના સે.૧૧ સ્થિત જનસંપર્ક કાર્યાલય ખાતે ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં જનસંઘના સમયથી અખૂટ દેશભક્તિની ભાવના સાથે જનસંઘ અને ભાજપાના વિચારને અપાર સંઘર્ષ કરી જન જન સુધી પંહોચડવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે એવા રાષ્ટ્રસેવા કાજે જીવનના અનેક વર્ષ સમર્પિત કરનાર વરિષ્ઠ આગેવાનો સાથે વાર્તાલાપ અને ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.