ગુજરાતમાં સરકારી શાળાઓ ખુલી ગઈ છે, અને અભ્યાસ પણ શરૂ થઈ ગયા છે, ત્યારે ઘણીવાર ગરીબ પરિસ્થિતિમાં રહેતા બાળકો અને સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ મોંઘાદાટ ચોપડા ખરીદી કરવા પોસાય તેમ નથી, ત્યારે શાળામાં ભણતા બાળકો માટે ભાજપ મહાનગરપાલિકાના કિસાન મોરચાના ઉપાધ્યક્ષ ઋષભ પટેલ (ઉર્ફે લાલી) દ્વારા વિનામૂલ્યે ચોપડાનો પટારો ખોલી નાખ્યો હોય તેમ સેક્ટર-૮ની સરકારી શાળાના બાળકોને લાલી એવા ઋષભ પટેલ પરિવાર દ્વારા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ, ચેરમેન મહાનગરપાલિકા જશુભાઈ પટેલ, નગર સેવક મહેન્દ્ર પટેલ (દાસ) પોપટસિંહ ગોહિલ (રાંદેસણ), મયુર પટેલ, બાબા મનીષ પટેલ પણ જાેડાયા હતા. વધુમાં આ પરિવાર દ્વારા અનેકવિધ સેવાઓ દરવર્ષે કાંઈ કરતી હોય છે, ત્યારે શિક્ષણ તરફ બાળકો આગળ વધે તેવા ઉદ્દેશથી ચોપડાનું વિતરણ કરવામાં આવેલ હતું, ત્યારે બાળકોમાં જે ખુશીની લહેર અને ભણવાનો ઉમળકો છે, તે જાેઈ શકાય છે, ત્યારે રામે દિઠો રે મીઠો રોટલો કોઈને ખવડાવીને ખાય કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાયએ જ સાચો જીવડો,બાકી શું લાવ્યા હતા શું લઈ જવાનું છે, આ માર્મિક શબ્દ કોઈને સમજાતો નથી, આ માર્મિક શબ્દ લાલીને સમજાઈ ગયો છે, એટલે પુણ્યનો ચોપડો મોટો કરી રહ્યા છે, બાકી લાલીની જેમ લોકો પણ બે પૈસા દાન કરે તો કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહે ખરા?