UPSC પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો લાખોની ભીડમાં પોતાની અલગ ઓળખ બનાવે છે. આ વર્ષે UPSC સિવિલ સર્વિસિસનું પરિણામ જાહેર થયા પછી 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પરિણામ જાહેર થતા જ યુપીના હાપુડ જિલ્લાની રહેવાસી આશના ચૌધરીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેને ‘બ્યુટી વિથ બ્રેઈન’ તરીકે ઓળખવામાં આવે છે. આવો જાણીએ તેમના વિશે.
આશના ચૌધરી ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના પિલખુવાની રહેવાસી છે.તેણે પોતાનું સ્કૂલિંગ ગાઝિયાબાદની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે. આ પછી અંગ્રેજી ઓનર્સના અભ્યાસ માટે દિલ્હી યુનિવર્સિટીની લેડી શ્રી રામ કોલેજમાં એડમિશન લીધું.
તે શરૂઆતથી જ સમાજ સેવા માટે કામ કરવા માંગતી હતી. તેમણે એક NGO માટે પણ કામ કર્યું છે, જેણે વંચિત બાળકોના શિક્ષણમાં મદદ કરી હતી. આશના એક સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. તેમના પરિવારના મોટાભાગના સભ્યો PhD હોલ્ડર છે. તેના પિતા અજીત ચૌધરી પણ પ્રોફેસર છે.
તમને જણાવી દઈએ કે તે ત્રીજા પ્રયાસમાં સફળ થઈ છે. વર્ષ 2020માં તેણે પહેલો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રિલિમ્સમાં તે સફળ થઈ શકી નહોતી. આ હોવા છતાં તેણે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા. આ વર્ષે UPSC સિવિલ સર્વિસના અંતિમ પરિણામમાં આશના ચૌધરીનું નામ પણ છે. આશનાને આ વખતે 116મો રેન્ક મળ્યો છે.
આશના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 71.6K ફોલોઅર્સ છે. એક ઈન્ટરવ્યુમાં તેણે UPSC ક્રેક કરવાની ટિપ્સ વિશે જણાવ્યું છે. તેણે UPSC માટે કોઈ કોચિંગ કર્યું નથી. તે દરરોજ 4 થી 8 કલાક અભ્યાસ કરતી હતી. માઈન્ડને ફ્રેશ કરવા તે ફની વીડિયો જોતી હતી.