હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લગ્નના દિવસે જ વરરાજાએ કંઈક એવું પગલું ભર્યું કે સાંભળીને તમારા પણ રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર લગ્નના દિવસે જ વરરાજાએ પોતાની દુલ્હનનો જીવ લઈ લીધો છે. દુલ્હનનો જીવ લેવા માટે વરરાજા દુલ્હનને બ્યુટી પાર્લરમાં લઈ જવાના બહાને પોતાની પાસે બોલાવે છે.પછી દુલ્હનને પોતાની સાથે એક જંગલમાં લઈ જાય છે અને ત્યાં તે દુલ્હનનો જીવ લઈ લે છે. ત્યારબાદ વરરાજાએ દુલ્હનનું મૃતદેહ સંતાડી દીધું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં દીકરીની ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી હતી. આ સમગ્ર ચોકાવનારી ઘટના લખનઉમાં બની હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળ્યા બાદ પોલીસે યુવતીની કોલ ડીટેલની તપાસ કરી હતી.ત્યારે જાણવા મળ્યું કે ચાર મહિના રોજ છોકરી ગુમ થઈ તે દિવસે તેના ફોનમાં છોકરાનો છેલ્લો ફોન આવ્યો આવ્યો હતો જેની સાથે તેના લગ્ન થવાના હતા. ત્યારબાદ પોલીસને કુકરેલ પિકનિક સ્પોટ નજીક લોકેશન મળ્યું હતું. જેથી પોલીસને શંકા ગઈ અને શંકાના આધારે પોલીસે છોકરાની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી યુવક પહેલા તો પોલીસને ઉંધા ઉંધા જવાબ આપતો હતો.પરંતુ પછી તો આરોપી યુવક પોતાના જ નિવેદનોમાં ફસાઈ ગયો હતો. છેવટે આરોપી યુવકે પોતાનો ગુનો કબુલ કર્યો હતો. હાલમાં પોલીસે યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ જણાવ્યું કે લગભગ ત્રણ વર્ષ પહેલાં હું અને કોમલ એક ઇલેક્ટ્રીકની દુકાનમાં મળ્યા હતા. આ પછી અમારા વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ હતી અને ધીમે ધીમે અમારે બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.પછી અમારી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી અને અમે બંને છેલ્લા ત્રણ મહિનાથી રિલેશનમાં હતા. પરંતુ હું કોમલ સાથે લગ્ન કરવા ઈચ્છતો ન હતો. પરંતુ તે મને લગ્ન માટે સતત દબાણ કરતી હતી. આખરે હું લગ્ન કરવા માટે રાજી થઈ ગયો, પરંતુ મારા પરિવારના સભ્યો આ લગ્ન માટે તૈયાર ન હતા. આ કારણોસર મારા માતા પિતાએ અને સંબંધીઓએ મારા લગ્નમાં આવવાની ના પાડી દીધી હતી.એટલું જ નહીં પરંતુ પરિવારના સભ્યોએ મને એમ કહ્યું હતું કે તારી સાથે બધા સંબંધો અમે પુરા કરી દેશો. એટલા માટે મેં કોમલ ને રસ્તા ઉપરથી હટાવવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે ચાર મેના રોજ મેં કોમલને બ્યુટી પાર્લર લઈ જવાના બહાને મારી પાસે બોલાવી હતી. ત્યાર પછી ફરવાના બહાને પિકનિક સ્પોટ કુકરેલ લઈ આવ્યો હતો.અહીં મેં તેને લગ્ન ન કરવા માટે સમજાવી હતી પરંતુ તે સમજવા તૈયાર જ ન હતી. આ પછી મેં દુપટ્ટા વડે કોમલ નું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો અને તેનું મૃતદેહ જંગલમાં સંતાડીને ઘરે પાછો આવી ગયો હતો. મૃત્યુ પામેલી કોમલની ઉંમર 22 વર્ષની હતી. દીકરીનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.