૨૫ જૂન એટલે દેશમાં કટોકટીનો દિવસ જે ઇન્દિરા ગાંધીને કટોકટી લાદી હતી અને હજારો કાર્યકર્તાઓ જેલમાં ધકેલી દીધા હતા, ત્યારે દર વર્ષે ભાજપ દ્વારા કટોકટી દિવસ ઉજવીને અનેક જેલોમાં ગયેલા પાર્ટી પક્ષ માટે જે ભોગ આપ્યો છે, તેમને બિરદાવવામાં આવે છે, ત્યારે ગુજરાતમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, રૂટિન પાઠક, વજુભાઈ વાળા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિજયભાઈ રૂપાણી થી લઈને અનેક એવા મહેશભાઈ આપર થી લઈને દત્તાજી જેવા લોકોએ જેલો ભોગવી છે, ત્યારે જે મિશા હેઠળ જેલોમાં ગયા હતા, તેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી શ્રી લઈને આજે પીએમ બની ગયા છે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા જે હાલ હયાત નથી વજુભાઈ વાળા કેબિનેટ મંત્રી રાજ્યપાલ રહી ચૂક્યા છે હરેન પાઠક પોતે સાંસદ તથા કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે ત્યારે આ મહાનુભાવને પેન્શનની કોઈ જરૂર નથી અને હા શંકરસિંહ વાઘેલા પણ પોતે મિશા હેઠળ જેલમાં ગયા હતા, તેમણે પણ પેન્શનની જરૂર નથી ત્યારે દત્તાજી જેવો અનેક રાજ્યમાં પેન્શન મળે છે તે સંદર્ભ રજૂઆત કરતા હતા અને તેમની સાથે મહેશભાઈ આપરે પણ રજૂઆત કરેલ ત્યારે હાલ દત્તાજી પણ હયાત નથી ત્યારે ગઈકાલે કમલમ (કોબા) ખાતે ૭૫ જેટલા વિસાવવાદીઓનું સ્મમાન કરવામાં આવ્યું ત્યારે બીજાને એટલે કે જે નેતાઓ બની ગયા છે તેમને પેન્શન ની જરૂર નહીં હોય અને બીજા રાજ્યમાં આપવામાં આવે છે તો અમને કેમ નહીં ત્યારે આ રજૂઆત હવે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ પક્ષ માંગણી કરવામાં આવશે, હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મિશાવાદીઓ એટલે કે કટોકટી કાળમાં જેલ જનારાઓ ને પેન્શન મળે છે તો ગુજરાતમાં કેમ નહીં? હાલ કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપની સરકાર જ છે, ત્યારે વર્ષોથી આ પ્રશ્ન ટલ્લે જ ચઢેલો છે.