હવે શાકભાજી ભૂલી જાવ, કઠોળ ખાવાં માંડો, ભાવ ભડકે બળે છે…..

Spread the love

અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આ દરમિયાન શાકમાર્કેટમાં આદુ, લીલા મરચા અને કોથમીરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. હોલસેલ માર્કેટમાં બેંગ્લોરી આદુનો ભાવ 200 થી 220 રૂપિયા કિલો પહોંચ્યો છે, જ્યારે સતારા આદુનો ભાવ હોલસેલ માર્કેટમાં 160 થી 170 રૂપિયા કિલો છે. રિટેઇલમાં આદુનો ભાવ રૂ. 240 થી 300 સુધી પહોંચ્યો છે.લીલા તીખા મરચાનો ભાવ હોલસેલ માર્કેટમાં સૌથી ઊંચો નોધાયો છે. હોલસેલ માર્કેટમાં લીલા તીખા મરચા નો ભાવ 100 જ્યારે રિટેઇલ માર્કેટમાં 150 સુધી પહોંચ્યો છે. કોથમીરનો ભાવ પણ પ્રતિ કિલો રૂ 80 થી 100 સુધી પહોંચ્યો છે. જેના ટામેટા બાદ આદુ, કોથમીર, મરચાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ પરેશાન થઈ ઉઠી છે.ગરમ હવામાનની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ જોવા મળી રહી છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન દેશના ઘણા ભાગોમાં ટામેટાંના ભાવ બમણા થઈ ગયા છે. છૂટક બજારમાં ટામેટાના ભાવ 80 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. બીજી તરફ ટામેટાના જથ્થાબંધ ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 65-70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.ટામેટાંના ભાવમાં રેકોર્ડ વધારો અનેક કારણોસર થયો છે. જો કે, આ વધારો મુખ્યત્વે અતિશય ગરમી, વિલંબિત વરસાદ અને ખેડૂતોની ખેતી કરવામાં ઓછી રસને કારણે થયો છે. ETના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મે મહિનામાં ટામેટાના ભાવ ઘટીને રૂ.3-5 પ્રતિ કિલો થયા હતા, જેમ કે વધુ ગરમી, મોડા વરસાદ અને પાક ઉગાડવામાં ખેડૂતોમાં રસનો અભાવ જેવા અનેક પરિબળોને કારણે.દિલ્હીના આઝાદપુર જથ્થાબંધ બજારના ટામેટાના વેપારી અશોક ગણોરે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં ટામેટાંના ભાવ બમણા થઈ ગયા છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા પડોશી રાજ્યોમાંથી ટામેટાંનો પુરવઠો ઓછો થયો છે. હવે અમે બેંગ્લોરથી ટામેટાં લઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે તાજેતરના વરસાદ દરમિયાન જમીન પરના ટામેટાના છોડને નુકસાન થયું છે. ટામેટામાં નુકસાનને કારણે ખેડૂતોએ પણ આ પાકની કાળજી લેવાનું બંધ કરી દીધું છે. અમદાવાદમાં પણ ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ 80 -100 રૂપિયાએ પહોંચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com