ગુજરાતનું કહેવાતું જીજે 18 એવા સ્માર્ટ સિટીથી લઈને અનેક ઓવરબ્રિજ અંડરબ્રિજો બનાવવામાં આવ્યા છે, ત્યારે એક અંડરબ્રિજ ફક્ત ટન ટના ટન ટન બન્યો છે, તે વાવોલ રેલ્વે સ્ટેશન પાસેનો છે, બાકી એક અંડરબિજમાં ખટાક ખટાક અવાજ આવતા તમામ ગટરની ચેનલની જાળીઓ ખોલીને હાલ અંડરબ્રિજ એક મહિના માટે બંધ કરીને રીપેરીંગ કામ શરૂ કર્યું છે, ત્યારે બીજો ગ-રોડ ઉપર બનેલ અંડરબ્રિજમાં ડફાક-ડફાક ચેનલનો અવાજ આવે છે, ત્યારે હવે શાહપુર ચોકડી પાસે બનેલા ઓવરબ્રિજના કામમાં પણ ડાંડાઈ દેખાઈ રહી છે, ત્યારે અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાદ તે બંધુઓ કે તેમના સગા દ્વારા બનાવેલા રક્ષાશક્તિ ઓવરબ્રિજ હજુ નવ દિવસ પહેલા મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરેલ છે ત્યારે બ્રિજ ઉપરથી પસાર થતા હોય એટલે ખબર પડે, તમામ રોડ, રસ્તાની કપચીઓ નીકળી ગઈ છે, ત્યારે તકલાદી કોન્ટ્રાક્ટરનું તકલાદી કામ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવે છે,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોતે કરોડો નહીં અબજો રૂપિયાની ગ્રાન્ટો સ્માર્ટ સિટીના નેજા હેઠળ આપીને વિકાસ કરવા કટિબદ્ધ છે, ત્યારે તગડા નાણાં ચૂકવ્યા બાદ પણ કામમાં ગોબાચારી હવે ધીરે-ધીરે બહાર આવી રહી છે, તગડો નફો કમાવવા કામમાં જો ગોબાચારી રાખવામાં આવે તો આ બ્રિજ છે, હજારો વાહનો અહીંથી પસાર થાય છે, ત્યારે જો ૦૯ દિવસમાં કામ તકલાદીના પાયા હલવા માંડે તો શું સમજવું? ત્યારે રક્ષાશક્તિ બ્રિજ ઉપર રોડના કાંકરા ખરીને બહાર આવી ગયા છે, બ્રિજ પરથી ચલાવીને પંચરો પાડવા કરતાં વાહન ચાલકો બ્રિજ નીચેથી પસાર થવા માંડ્યા છે.
રક્ષા શક્તિ ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈને પંચર પડી જાય તેવી દહેશત.. વચ્ચે વાહનચાલકો હવે બ્રિજ નીચેથી જવાનું પસંદ કરી રહ્યા છે,૦૯ દિવસના ઉદ્ઘાટન બાદ રોડની કપચીઓ બહાર આવી જતા ખાડા પણ પડી ગયા છે