દેવબંદમાં આજે બુધવારે સાંજે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની કાર પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ગોળી ચંદ્રશેખરને સ્પર્શીને નીકળી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે હુમલાખોરો હરિયાણાના પાસિગ નંબરની કારમાં આવ્યા હતા.દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની કાર પર કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. ગોળી ચંદ્રશેખરને સ્પર્શીને નીકળી હતી. આમાં તેને સામાન્ય ઈજાઓ થઈ છે. ઘટના બાદ તરત જ ચંદ્રશેખરને દેવબંદની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર બાદ જણાવ્યું કે, તેના જીવને કોઈ ખતરો નથી. ગોળીબારની ઘટના અંગેની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.પોલીસે જણાવ્યું કે, હુમલાખોરો હરિયાણાના આરટીઓ નંબરની કારમાં આવ્યા હતા. હુમલાખોરોની કાર દેવબંદમાં એક જગ્યાએ સીસીટીવી કેમેરામાં જોવા મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરોને પકડવા માટે સમગ્ર દેવબંદ શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.ચંદ્રશેખરના સમર્થકોએ પોલીસને જણાવ્યું કે, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર એક સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેમની ફોર્ચ્યુનરમાં દેવબંદ આવ્યો હતો. તે અહીં દેવબંદ પહોંચતા જ અચાનક હરિયાણાના પાસિગના નંબરવાળી કારમાં સવાર હુમલાખોરો આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધું. બદમાશોએ ઘણી ગોળીઓ ચલાવી, પરંતુ તેમાંથી એક ગોળી ચંદ્રશેખરને સ્પર્શીને નીકળી ગઈ હતી. હુમલો કર્યાં બાદ હુમલાખોરો ઝડપથી ગાડી ચલાવીને ભાગી ગયા હતા. આ પછી ચંદ્રશેખરના સમર્થકોએ તેમને દેવબંદની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું કે આ ઘટનામાં ચંદ્રશેખરને બહુ ઓછી ઈજા થઈ છે. કોઈ ચિંતા કરવાની વાત નથી.