અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં અમુક યુવાનો યુવતીઓની છેડછાડ કરતા હોય છે. પરંતુ ઘણી વખત આ લોકોને આ છેડછાડ ભારે પડતી હોય છે, આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદના ભૂલાભાઈ પાર્ક પાસે વિદ્યાર્થીનીની છેડતી કરવી એક રોમિયો ને ભારે પડી છે.
તેમાં સ્થાનિકોએ રસ્તે જતી વિદ્યાર્થીની ની છેડતી કરનાર યુવકને પકડી મેથીપાક ચખાડ્યો હતો. આ સાથે વિદ્યાર્થીનીએ પણ પટ્ટા વડે માર માર્યો હતો, ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકને કબજામાં લીધો હતો.
જેનો વિદ્યાર્થીની એ પ્રતિકાર કરીને બુમાબૂમ કરતા રસ્તા પર જતા સ્થાનિક લોકોએ પણ છેડતી ના બનાવ જોતા તરત જ યુવકને રોકીને માર્યો હતો. જોકે આ યુવક અવારનવાર છેડતી કરતો હોવાનું પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. છેડતી નો ભોગ બનનાર વિદ્યાર્થીનીએ લોકોને આપવીતી જણાવતા લોકોએ આરોપીને પકડીને માર માર્યો હતો.