રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ગાંધીનગરમાં પણ મેઘરાજાએ તોફાની બેટીંગ સાથે એન્ટ્રી કરી

Spread the love

કામરેજ 5 ઈંચ,પલસાણા 4 ઈંચ,માંડવી (સુરત) 3 ઈંચ,વિસાવદર 3 ઈંચ,કુકાવાવ, વડિયા 3 ઈંચ,મહુવા (સુરત) 3 ઈંચ,જૂનાગઢ 3 ઈંચ,જૂનાગઢ શહેર 3 ઈંચ,વલસાડ 3 ઈંચ,વાપી 2 ઈંચ

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે આજે સાંજ પડતાંની સાથે ગાંધીનગરમાં પણ મેઘરાજાએ તોફાની બેટીંગ સાથે એન્ટ્રી કરી હતી અને શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી ભારે બફારાથી ત્રાહિમામ લોકોને વરસાદથી રાહત મળી હતી.  દક્ષિણ ગુજરાતમાં વલસાડ,સુરત,નવસારીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ નર્મદા, ભરૂચ,તાપી,ગીર સોમનાથ,જૂનાગઢ,દીવ,દ્વારકા,બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે માછીમરોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.ઉમરાળા તાલુકાના ગામડાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાલુકાના લીમડા,જળીયા, માંડવા, ઠોડા, હડમતીયા, લાખાવાડ, પીપીળી, ભૂતિયા, રઘોળા સહિતના ગામડામાં મેઘ મહેર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા છે. જ્યારે બીજી બાજુ ગામના નાના ચેકડેમ, તળાવોમાં પણ નવા નીર આવ્યા છે. સતત ત્રીજા દિવસે ઉમરાળા તાલુકામાં વરસાદનાં મંડાણ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જોપીપરા,ઝાંઝરડા,મોતી બાગ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com