ગુજરાત સરકાર અને અમેરિકન ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે ઐતિહાસિક MoU-સમજૂતિ કરાર સંપન્ન 

Spread the love

વિશ્વમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રની અગ્રેસર કંપનીઝ પૈકીની માઇક્રોન ટેક્નોલોજી ગુજરાતના સાણંદમાં ર.૭પ બિલિયન યુ.એસ ડોલર-રૂ. રર,પ૧૬ કરોડનો પ્લાન્ટ સ્થાપશે

સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ ATMP ફેસેલીટીઝ દ્વારા ડાયરેક્ટ-ઇન ડાયરેક્ટ મળી ર૦ હજાર જેટલી રોજગારીનું સર્જન થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતીમાં થયા મહત્વપૂર્ણ MoU

ગાંધીનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ઊંચી ઊડાન ભરાવીને આત્મનિર્ભર ભારત સાકાર કરવા ૧૦ બિલિયન યુ.એસ ડોલરનો સેમીકોન ઇન્ડીયા પ્રોગ્રામ કેન્દ્ર સરકારે જાહેર કરેલો છે. વડાપ્રધાનશ્રીની તાજેતરની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની મુલાકાત દરમ્યાન યુ.એસ પ્રેસીડેન્ટ જો-બાઇડેન સાથેની બેઠકમાં આ પ્રોગ્રામને વધુ ગતિ આપતાં માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ભારતમાં મહત્વપૂર્ણ મૂડીરોકાણ દ્વારા સેમીકંડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ ATMP ફેસેલિટી સ્થાપવાની જાહેરાત અમેરિકન પ્રમુખે કરી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આ સફળ મુલાકાતની ફલશ્રુતિ રૂપે માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ર.૭પ બિલીયન યુ.એસ. ડોલર એટલે કે રૂ. રર,પ૦૦ કરોડ કરતાં વધુના રોકાણથી ગુજરાતના સાણંદમાં આ ATMP ફેસેલીટી શરૂ કરવામાં આવશે.

વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઝમાંની એક એવી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે આ સંદર્ભમાં ઐતિહાસિક MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નહેરા અને માઇક્રોનના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ શ્રી ગુરૂશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા.

ગુજરાતમાં સુદ્રઢ મેન્યુફેક્ચરીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ-વેપાર માટેનું સાનુકૂળ વાતાવરણ અને રાજ્ય સરકારના શ્રેષ્ઠ સહયોગ ઉપરાંત સુઆયોજિત ટેલેન્ટ પૂલની ઉપલબ્ધિ જેવી મહત્વપૂર્ણ બાબતોને ધ્યાને રાખીને માઇક્રોને પોતાની આ મેન્યુફેક્ચરીંગ ફેસેલીટી શરૂ કરવા માટે ગુજરાત પર પસંદગી ઉતારી છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-ર૦રર-ર૭ ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦રર માં જાહેર કરવામાં આવેલી છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળવત્તર બનાવતી આવી પોલિસી ઘડનારૂં ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે.

એટલું જ નહિ, રાજ્યમાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ઇકો સિસ્ટમને વેગ આપવા આ પોલિસીમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે એક ડેડિકેટેડ સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશન (GSEM) ની સ્થાપના કરી છે.

આ પ્રોજેક્ટની સ્થાપનાથી ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. પાંચ હજાર પ્રત્યક્ષ અને ૧પ હજાર પરોક્ષ મળી કુલ ર૦ હજાર રોજગારીનું સર્જન થશે. ગુજરાત સરકાર અને માઇક્રોન ટેક્નોલોજી વચ્ચે થયેલા આ MoU દેશ માટે સિમાચિન્હ રૂપ ક્ષણ છે. આ ક્ષેત્રને અનુરૂપ રો-મટિરિયલ અને ફિનીશ્ડ પ્રોડક્ટસ માટેના આનુષાંગિક ઉદ્યોગો પણ ગુજરાતમાં આકર્ષિત થતાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ મળશે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશને રાજ્યમાં પ્લગ એન્ડ પ્લે સુવિધા સાથેની ૪પ,૦૦૦ હેક્ટર જમીન ડેવલપ કરી છે.  માઇક્રોને પોતાની નવી ATMP ફેસિલિટી માટે સાણંદ GIDC-II ને પસંદ કરી છે. સાણંદ GIDC હાઇલી ઇન્ડસ્ટ્રીયલાઇઝડ ઝોન છે, અહીં અનેક નામાંકિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. આ અવસરે GIDCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રાહુલ ગુપ્તાએ માઇક્રોનને ૯૩ એકર જમીનની ફાળવણી માટેનો ઓફર કમ એલોટમેન્ટ (OCA) લેટર હેન્ડ ઓવર કર્યો હતો. માઇક્રોન કંપની સાણંદ GIDC એસ્ટેટની અંદર એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીની સ્થાપના કરશે, કંપની આ ફેસિલિટી ખાતે સેમિકન્ડક્ટર વેફરને બોલ ગ્રીડ એરે (BGA) ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજીસ, મેમરી મોડ્યુલ્સ સોલિડ-સ્ટેટ ડ્રાઈવ્ઝમાં રૂપાંતરિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.લીડરશીપ ઈન એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ ડિઝાઇન (LEED)ના ગોલ્ડ સ્ટાન્ડર્ડને અનુરૂપ અથવા તેથીએ ઉત્કૃષ્ટ એસેમ્બલી અને ટેસ્ટીંગ ફેસીલીટીની સ્થાપના કરવા માટે માઇક્રોન કંપની પ્રતિબદ્ધ છે. ઉપરાંત આ ફેસિલિટી ખાતે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) થાય તે માટેની એડવાન્સ વોટર સેવિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.સાણંદ ખાતેનો આ પ્લાન્ટ દેશની સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં કાર્યરત અન્ય ઇન્ડસ્ટ્રીઝને ગુજરાતમાં આકર્ષિત કરશે. માત્ર એટલું જ નહીં, ગ્લોબલ સેમિકન્ડક્ટર જાયન્ટ્સ- વેશ્વિક મોટા ઉદ્યોગ ગૃહોને પણ ગુજરાતમાં પોતાની હાઇટેક મેન્યુફેક્ચરીંગ ફેસીલીટી સ્થાપવા માટે પ્રેરણા આપશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માઇક્રોન ટેકનોલોજી ઇન્ક. કંપનીને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રની પાયારૂપ ફેસિલિટી સ્થાપવા ગુજરાતની પસંદગી કરવા બદલ અભિનંદન આપ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ માઇક્રોન કંપનીને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી તેમજ સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.

આ અવસરે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, વરિષ્ઠ સચિવો, માઇક્રોન કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

માઇક્રોન ટેક્નોલોજી ઇન્કોર્પોરેશન અમેરિકાની સૌથી મોટી સેમિકન્ડક્ટર મેમરી આઇ.ડી.એમ (ઇન્ટીગ્રેટેડ ડિવાઇસ મેન્યુફેક્ચરીંગ) કંપની છે તે મોબાઇલ, કોમ્પ્યુટર, ડેટા સેન્ટર અને હાઇ પરફોર્મન્સ કમ્પ્યુટીંગ માટેના મેમરી ચીપ ડિવાઇસીસ બનાવવામાં કુશળ છે. અમેરિકાના ઇડાહો સ્ટેટના બોઇઝે શહેરમાં કંપનીનું હેડક્વાર્ટર સ્થિત છે. વર્ષ ર૦રર માં કંપનીની આવક ૩૦.૮ બિલિયન યુ.એસ. ડોલર રહી છે. માઇક્રોનના અમેરિકા, જાપાન, તાઇવાન અને ચીનમાં કુલ મળીને ૧૧ ઉત્પાદન એકમો કાર્યરત છે.

મુખ્ય બાબતો:-

• વિશ્વની પાંચમી સૌથી મોટી સેમિકન્ડક્ટર કંપની.

• વર્ષ ર૦રરમાં ફોર્ચ્યુન પ૦૦માં ૧ર૭માં નંબરની કંપની.

• વર્ષ ર૦રરમાં વિશ્વની સૌથી વધુ નીતિમત્તાથી ચાલતી કંપની તરીકે સ્વિકૃતિ મેળવી છે.

• એકોવેડીસ સસ્ટેનેબિલીટી પ્લેટીનમ પુરસ્કાર મેડલ દ્વારા પુરસ્કૃત.

• DivHERsity ૨૦૨૩ પુરસ્કાર દ્વારા પુરસ્કૃત.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય આઇ.ટી. મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને અમેરિકન સેમિકન્ડક્ટર જાયન્ટ માઇક્રોન કંપની વચ્ચે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે MOU સંપન્ન થયા હતા.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે MOU પ્રસંગે જણાવ્યું હતું કે જ્યારે માઇક્રોન કંપનીનો પ્લાન્ટ કાર્યરત થઇ જશે ત્યારે ગુજરાત મેમરી ચીપનું ઉત્પાદન કરતું ભારતનું પહેલું રાજ્ય બનશે. ગુજરાતને જ્યારે દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ સ્ટેટનું ગૌરવ પ્રાપ્ત છે ત્યારે દેશમાં સેમિકન્ડકરના ઉત્પાદનની શરૂઆત ગુજરાતથી થાય તે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. માઇક્રોન દ્વારા સ્થાપવામાં આવનાર આ પ્રોજેક્ટથી આવનાર દિવસોમાં 5 હજારથી વધુ પ્રત્યક્ષ અને 15 હજારથી વધુ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે તેમજ રાજ્યના કૌશલ્ય વિકાસને વધુ વેગ મળશે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ માઇક્રોન કંપનીનું ગુજરાતમાં સ્વાગત કરીને રાજ્ય સરકાર દ્વારા તેમને જરૂરી તમામ સહયોગ મળી રહેશે તેમ ઉમેર્યું હતું.  કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ભારતને સેમિકન્ડક્ટર પ્રોડક્શનનું હબ બનાવવાની નેમ રાખી છે. ગુજરાત પણ એમાં પોતાની આગવી અને દેશની પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી દ્વારા પોતાનું અગ્રીમ યોગદાન આપવા સજ્જ છે. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની અમેરિકા યાત્રાની સફળતાને સાકાર કરતો ગુજરાતનો આજનો આ સેમિકન્ડક્ટર પ્રોડક્શન માટેનો MOU કાર્યક્રમ છે. ગુજરાતમાં સેમિકન્ડર ક્ષેત્રમાં નવું રોકાણ, નવા ઉદ્યોગો આવે તે માટે રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ મિશનની શરૂઆત કરી છે તેમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દેશનું ફિનટેક હબ તો બન્યું જ છે હવે આ પોલીસીના પરિણામે રાજ્યમાં વધુને વધુ ઉદ્યોગો આવશે અને ગુજરાતમાં વિપુલ રોજગારીનું સર્જન થશે. વડાપ્રધાનશ્રી તાજેતરના અમેરિકાના પ્રવાસમાં સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત દેશમાં રૂ. 22,516 કરોડ સેમિકંડકટર મેન્યુફેક્ચરીંગ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. તેના પરિણામે સેમિકન્ડક્ટર જાયન્ટ માઇક્રોને ભારત દેશમાં ઉત્પાદન માટે ગુજરાતને પસંદ કર્યું છે. ગુજરાતમાં હવે મેમરી ચીપનું ઉત્પાદન થશે અને જેનો ઉપયોગ મોબાઇલ, કોમ્પ્યુટર, ઓટોમોટીવ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સમાં થશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત સરકાર અને માઇક્રોન કંપની વચ્ચે એમઓયુને ઐતિહાસિક દિવસ ગણાવતા કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 40 વર્ષથી ભારતને સેમી કંડકટર હબ બનાવવા માટેના જે પ્રયાસો ચાલુ હતા તે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સફળ થઈ થવા જઈ રહ્યા છે. આ એમઓયુ ભારતને મેમરી ચીપ્સના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટેનું સૌથી મોટું પગલું સાબિત થશે

શ્રી અશ્વિની વૈષ્ણવે ભારતમાં ઉપલબ્ધ કૌશલ્ય, ગ્રીન ઉર્જા અને સસ્તાશ્રમ આ ત્રણ કારણોસર ભારત સેમિકન્ડક્ટર હબ બનશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આગામી છ સાત વર્ષમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં એક મિલિયન કૌશલ્ય ધારક વ્યક્તિઓની જરૂર પડશે. આ માટે 80,000 જેટલા એન્જિનિયર્સ તૈયાર કરવા માટે દેશની 104 યુનિવર્સિટી સાથે સમજૂતી કરવામાં આવી છે. તેમજ તે માટે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એ જ રીતે ભારતમાં ગ્રીન ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. ભારતમાં ઉપલબ્ધ સસ્તા શ્રમ વિશે જણાવતા શ્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારતમાં અન્ય સમૃદ્ધ દેશોની સરખામણીમાં લગભગ અડધી કિંમતે સેમિકન્ડક્ટરની ચિપ્સ તૈયાર થાય છે જેનો ફાયદો ભારતને મળશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નેહરા એ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે,ગુજરાતે ગુજરાત સ્ટેટ ઈલેકટ્રોનીક મિશનની સ્થાપના કરી છે જેના થકી ગુજરાતની વિશ્વભરમાં વિશ્વસનીયતા ઉભી થઈ છે એને અમે વધુને વધુ આગળ વધારશું. રાજયમાં સાણંદ ખાતે સ્થપાનાર આ ચીપ પ્લાન્ટ ઝડપથી કાર્યરત થાય અને દેશનો સર્વશ્રેષ્ઠ પ્લાન્ટ બને તે માટે ટીમ ગુજરાત સંનિષ્ઠ પ્રયાસો કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આ ક્ષણને માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ગણાવીને કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૩થી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી. આજે વર્ષ ૨૦૨૩માં એટલે કે ૨૦ વર્ષમાં ગુજરાતે દરેક ક્ષેત્રોમાં અનેકગણી પ્રગતિ કરી છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વર્ષ-૨૦૨૪ માં યોજાશે. જેમાં ગુજરાતે સ્ટ્રેટેજી બદલીને હવે આઇકોનિક ઇન્વેસ્ટમેન્ટ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. આજે થયેલા એમ.ઓ.યુ તે દિશામાં પ્રથમ કદમ છે.માઈક્રોન કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ગુરશરણ સિંઘે ગુજરાતની વેપાર કરવાની સરળતાની નીતિની પ્રશંસા કરતા કહ્યું કે, ઉદ્યોગ માટે જરૂરી એવા એડવાન્સ પેમેન્ટ એગ્રીમેન્ટ (એપીઆઈ)ને સામાન્ય સંજોગોમાં વર્ષો થઈ જતા હોય છે તે ગુજરાતમાં માત્ર પાંચ મહિનામાં શક્ય બન્યું છે. ૧૧ દેશોમાં સ્થપાયેલા પ્લાન્ટ પૈકી અમદાવાદના સાણંદ ખાતે સ્થપાનાર પ્લાન્ટ સૌથી વિશાળ અને મોર્ડન હશે. આ પગલું સેમીકન્ડક્ટર ઉત્પાદન થકી આવનાર વર્ષોમાં ગેમ ચેન્જર સાબિત થશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નેહરા એ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે,ગુજરાતે ગુજરાત સ્ટેટ ઈલેકટ્રોનીક મિશનની સ્થાપના કરી છે જેના થકી ગુજરાતની વિશ્વભરમાં વિશ્વસનીયતા ઉભી થઈ છે એને અમે વધુને વધુ આગળ વધારશું. રાજય માં સાણંદ ખાતે સ્થપાનાર આ ચીપ પ્લાન્ટ ઝડપથી કાર્યરત થાય અને દેશનો સર્વશ્રેષ્ઠ પ્લાન્ટ બને તે માટે ટીમ ગુજરાત સંનિષ્ઠ પ્રયાસો કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સહિત મંત્રીમંડળના સભ્યો, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે કૈલાસનાથન સહિત વિવિધ વિભાગના ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.માઈક્રોન કંપની સાથેના કરારની જાહેરાતના માત્ર છ દિવસમાં તમામ ઔપચારિકતાઓ પૂરી કરીને એમઓયુ પર હસ્તાક્ષર કરવાની બાબતે શ્રી અશ્વિની વૈષ્ણવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રમુજમાં કહ્યું હતું કે આટલી ઝડપથી તો કદાચ માઇક્રોન કંપનીની મેમરી ચિપ્સ પણ કામ કરતી નહીં હોય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com