નવા સંસદ ભવનમાં ચોમાસુ સત્ર, સમાન સિવિલ કોડ માટે હાથ ધરાશે કાર્યવાહી

Spread the love

સંસદનું ચોમાસુ સત્ર આગામી જુલાઈ મહિનાના બીજા પખવાડીયામાં શરૂ થવાની સંભાવના છે. આગામી થોડાક દિવસોમાં સંસદીય બાબતોની કેબિનેટ કમિટીની બેઠક યોજાનાર છે, જેમાં સંસદના ચોમાસુ સત્રને લઈને નિર્ણય લેવાઈ શકે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સંસદીય બાબતોની કેબિનેટ કમિટીની (CCPA) બેઠકની અધ્યક્ષતા કરશે. જો સૂત્રોનું માનીએ તો, 2023નું ચોમાસુ સત્ર 17 જુલાઈથી શરૂ થઈ શકે છે અને તે 10 ઓગસ્ટ સુધી ચાલવાની સંભાવના છે. ગયા વર્ષે 2022માં સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈએ શરૂ થયું હતું.

ચોમાસુ સત્રની એક ખાસ વિશેષતા એ પણ હશે કે, નવા બનાવેલા સંસદભવનમાં ચોમાસુ સત્ર, એ પ્રથમ સત્ર હશે. નવું સંસદ ભવન તેની યજમાની માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 28 મેના રોજ સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા સંસદ ભવનમાં તમામ મંત્રીઓને અલગ-અલગ ઓફિસ મળશે, જ્યારે જૂના બિલ્ડિંગમાં માત્ર 30 કેબિનેટ મંત્રીઓ અને કેટલાક રાજ્ય મંત્રીઓને ઓફિસ છે.

સંસદનું ચોમાસુ સત્ર આવનારી 2024ની લોકસભાની ચૂંટણી પૂર્વે છેલ્લુ સત્ર હશે. આ ચોમાસુ સત્રમાં ભાજપ, લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને અનેક નિર્ણયો કરી શકે છે. જેમાં એક મહત્વનો નિર્ણય છે. સમાન નાગરિક ધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલ મંગળવારે મધ્યપ્રદેશથી દેશભરના ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા દેશમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાનો સમય આવી ગયો હોવાનું કહીને આડકતરો ઈશારો કરી દીધો છે કે સમાન નાગરિક ધારો લાગુ પડશે.

જો ભાજપ યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા સાથે આગળ વધવા માંગતુ હશે, તો 2024ની ચૂંટણી પહેલા શિયાળુ સત્ર છેલ્લી તક હશે. સંસદના ચોમાસુ સત્રની આસપાસ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. નવીન પટનાયકની આગેવાની હેઠળના બીજુ જનતા દળ (બીજેડી) એ પહેલાથી જ સમાન નાગરિક સંહિતાના મુદ્દા પર ભાજપને એક રીતે સકારાત્મક સાથ આપ્યો છે અને સંસદમાં તેના પર કાર્યવાહી શરૂ કરવાનું કહ્યું છે. ટુંકમાં ભાજપ તરફી રાજકીયપક્ષોએ સમાન નાગરિક ધારાની તરફેણમાં મન બનાવી લીધુ છે અને સંસદમાં સમાન નાગરિક ધારા અંગેની કાર્યવાહીમાં સાથ સહકાર આપવા સીધો કે આડકતરો ઈશારો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com