રાજ્ય સરકારમાંથી શુક્રવારે અંદાજે પાંચ હજાર કરતાં વધુ કર્મચારીઓ નિવૃત્ત થયા છે. સચિવાલયમાં જ વર્ગ-૧થી લઇને ૪ સુધીના ૩૦૦ કર્મચારી છે. સરકારી જન્મતારીખ એટલે કે જન્મનો દાખલો ન હોવાથી પહેલી જૂનને જન્મદિન ગણીને પ્રમાણપત્ર અપાતા હતાં.આ કારણે સરકારમાંથી જૂન મહિનાની આખર તારીખે સંખ્યાબંધ કર્મચારીઓ નિવૃત્ત થાય છે. દર વર્ષે સરકારમાંથી પંદરથી વીસ હજાર કર્મચારીઓ નિવૃત્ત થાય છે, પરંતુ સૌથી વધુ નિવૃત્તિ જૂન મહિનામાં આવે છે.ત્યારે સચિવાલયમાંથી જ ૩૦૦થી વધારે કર્મચારીઓ વિદાય લેતાં હોટેલો, રેસ્ટોરેન્ટો, હાઉસફુલ અગાઉથી બુકીંગ બોલાતું હતું, ત્યારે નાના ફાર્મ હાઉસથી લઇને ઢાબા પાર્ટીઓ પણ ચાલી હતી, નિવૃત્તી બાદ શું કરીશું, અનેક લોકોમાં આસું પણ છલકાયા હતા, જે કચેરીમાં ૩૫ વર્ષ નોકરી કરી હોય અને હવે રીટાયર્ડ થવાનું થાય ત્યારે મનપા અજંપો હોય, ત્યારે નિવૃત્તી ગુજરાતમાંથી ૫ હજારથી વધારે કર્મચારીઓ લીધી, તેમાં સચિવાલયમાંથી જ ૩૦૦ થી વધારે નિવૃત્ત થતાં નિવૃત્ત સમારંભો બધે મોટા ભાંગે યોજાયા હતા., એક જગ્યાએથી તો ફટાકડા ફોડીને દિવાળીની જેમ ધામ ધૂમથી ઉજવવામાં આવી હતી,