કોરોનાવાયરસ ના કહેરથી બચવા માટે ભારતમાં 21 દિવસનુ lockdown પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું હતું, જે આગામી ૧૪ એપ્રિલના રોજ પૂર્ણ થાય છે, ત્યારે હવે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે આ લોક ડાઉનને લંબાવવામાં આવશે કે પછી શું થશે તેની અટકળો શરૂ થઈ છે. ત્યારે કેટલાક મીડીયા સોર્સ માંથી મળેલ માહિતી મુજબ નીચે પ્રમાણે કેટલાક નિર્ણય લેવાઈ શકે છે. જોકે સરકાર દ્વારા આ અંગે હજુ કોઇ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. lockdown આગળ નહી લંબાય તેવી સરકાર દ્વારા અધિકૃત જાહેરાત કરવામાં આવેલી છે. કેન્દ્રીય કેબિનેટ સચિવે lockdown ને આગળ નહિ લંબાવવાના નિર્ણય અંગેની જાહેરાત મીડિયામાં કરેલી છે.
પ્રાપ્ત મીડિયા અહેવાલો અનુસાર આઇટી, ફાઇનાન્સિયલ સેવા, અને BPO કંપનીને પ્રથમ અઠવાડિયે ફક્ત 25 ટકા સ્ટાફ, બીજા અઠવાડિયે 50 ટકા સ્ટાફ, ત્રીજા અઠવાડિયા 75 ટકા અને ચોથા અઠવાડિયાથી 100 ટકા હાજરી. આ દરમિયાન ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રખાશે. આ ઉપરાંત ફૂડ તેમજ જીવનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ પ્રથમ અઠવાડિયાથી જ 100 ટકા ફોર્સ સાથે પ્રોડક્શન શરૂ કરી શકશે. જોકે, તેમને પહેલા જ ફેક્ટરીઓ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.
આ ઉપરાંત ખાનગી ટ્રાન્સપોર્ટ, માલ પરિવહન તેમજ ઈ-કોમર્સ કંપનીઓ ને પ્રથમ દિવસથી જ સો ટકા છૂટ આપવામાં આવી શકે છે પરંતુ સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવાની તાકીદ કરવામાં આવી શકે છે. જ્યારે જ્યાં સૌથી કોરોનાવાયરસ ના કેસો છે તેવા hotspot સ્થળો તેમજ સિનેમા, મોલ , શાળા-કોલેજો ઉપરાંત જાહેર સરકારી પરિવહન વગેરેને શરૂઆતના ચાર અઠવાડિયા સુધી છુટ આપવા પર વિચાર કરવામાં આવી શકે છે કારણ કે આ તમામ ક્ષેત્રોમાં સોશિયલ ડીસ્ટેન્સીંગ જળવાઈ રહેવું મુશ્કેલ છે તેમજ સુરક્ષાનો મુદ્દો પણ સચવાઈ રહે હો અઘરો છે ત્યારે આવા ક્ષેત્રોને સંપૂર્ણ છૂટ આપવા પાછળ સરકાર હજુ પણ આગળ વિચાર કરી શકે છે. જોકે આ તમામ માહિતી મીડિયા અહેવાલો મુજબ છે, સરકાર દ્વારા આ મુદ્દે હજુ સુધી કોઈ ચોક્કસ guideline જારી કરવામાં આવી નથી.