કોરોના વાયરસ લોકોના વાળ કરતા 900 ગણો પાતળો હોય છે, તેથી તે સરળતાથી મનુષ્યને ઝપટમાં લઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના વાયરસ અને સોશિયલ ડિસ્ટેંસિંગની વચ્ચે, લોકોના મનમાં ઘણા પ્રકારના પ્રશ્નો ઉભા થવું સ્વાભાવિક છે. હેલ્થ એક્સપર્ટે જણાવ્યું હતું કે, આ સમયે કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે અને વર્તમાન સમયમાં પાર્ટનરની કેટલી નજીક જવું યોગ્ય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ જણાવ્યું છે કે, કોરોના વાયરસ ટ્રાન્સમિટેડ ડિસીઝ નથી. હેલ્થ એક્સપર્ટો માને છે કે, પીડિત વ્યક્તિને કિસ કરવાથી તે ચોક્કસપણે ફેલાશે. દર્દીની નજીક ગયા પછી તમને કોરોના વાયરસ થશે કે નહીં તે ચાર બાબતો પર આધારિત છે. પ્રથમ, તમે પીડિત વ્યક્તિની નજીક જાઓ છો. બીજું- પીડિત વ્યક્તિનું ખાંસી અથવા છીંકતી વખતે તમારા પર તેનો ડ્રોપલેટ્સ પડ્યું કે નહીં. ત્રીજું- તમે તમારા ચહેરા પર હાથ મૂકી રહ્યા છો. ચોથુ- તમે કેટલા સ્વસ્થ છો અથવા તમારી ઉંમર કેટલી છે, કારણ કે વૃદ્ધ લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી ના હોવાથી તેઓ ઝડપથી કોરોના વાયરસની ઝપટમાં આવી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રવક્તા ક્રિશ્ચિયન લિન્ડમયરે જણાવ્યુ કે, કોરોનાના દર્દીથી ઓછામાં ઓછા 3 ફૂટ દૂર રહેવું જોઈએ. જ્યારે ‘ધ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ તરફથી જારી ગાઇડલાઇન્સમાં પીડિત વ્યક્તિથી છ ફૂટનું અંતર હોવું જરૂરી છે. જો તમારામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળે છે, તો તમારો પાર્ટનર જરૂર સંક્રમિત થઈ જશે. આવી સ્થિતિમાં, જો તમારામાં કોઈ લક્ષણ દેખાય છે તો, તમારે તમારા પાર્ટનરથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.